ભાજપે કોંગ્રેસ પર, તીક્ષ્ણ નિશાન તાક્યું, કોંગ્રેસ બંધારણ વિરોધી છે
નવી દિલ્હી, 29 એપ્રિલ (હિં.સ.) ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને બંધારણ વિરોધી ગણાવ
આરોપ


નવી દિલ્હી, 29 એપ્રિલ (હિં.સ.) ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને બંધારણ વિરોધી ગણાવીને, તેમની આકરી ઝાટકણી કાઢી છે. ભાજપે કહ્યું કે,” કોંગ્રેસ પાર્ટી દલિત અને ઓબીસી સમુદાયના લોકોને, સંવિધાન બદલવાના નિવેદનથી ભ્રમિત કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ બંધારણના નિર્માતા બાબા સાહેબનું અપમાન કર્યું છે.”

સોમવારે બીજેપી હેડક્વાર્ટર ખાતે, આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના રાજ્યસભાના સભ્ય બ્રિજલાલે કહ્યું કે,” કોંગ્રેસ પાર્ટી ખોટો નિવેદન કરીને દેશની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. કોંગ્રેસ પાર્ટી દલિતોને ગેરમાર્ગે દોરે છે કે, ભાજપ અનામત ખતમ કરશે અને બંધારણ બદલશે. જ્યારે આ લોકો અનામત વિરોધી અને બંધારણ વિરોધી છે.”

તેમણે કહ્યું કે,”કોંગ્રેસ ભીમ-મીમની વાત કરે છે પરંતુ તેઓ હંમેશા, મીમની વાત કરે છે. 1961માં નેહરુએ તમામ રાજ્યોને પત્ર લખીને કહ્યું હતું કે, તેમને અનામત પસંદ નથી. કર્ણાટકમાં મુસ્લિમોને ઓબીસી અનામત આપવામાં આવી રહી છે. આ કોંગ્રેસ ધાર્મિક આધાર પર રાજનીતિ કરી રહી છે. આ રીતે કોંગ્રેસ પક્ષ બંધારણ વિરોધી છે.”

તેમણે કહ્યું કે,” જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. આનો સૌથી વધુ ફાયદો, ત્યાં રહેતા એસસી, એસટી અને ઓબીસી લોકોને થયો છે. મુસ્લિમ સમાજના, પછાત વર્ગને ફાયદો થયો છે. કોંગ્રેસે બાબા સાહેબનું સૌથી વધુ અપમાન કર્યું. ભાજપના કાર્યકાળમાં તેમને ભારત રત્ન પણ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસે બંધારણના ઘડવૈયાનું અપમાન કર્યું છે, પરંતુ કોંગ્રેસે બંધારણમાં સૌથી વધુ ફેરફારો કર્યા છે, તેવો આલેખન તેઓ બનાવી રહ્યા છે.”

હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / દધીબલ / માધવી


 rajesh pande