કેન્દ્ર સરકાર જૂનના અંત સુધીમાં, હરાજીના ચોથા રાઉન્ડમાં 20 મહત્વપૂર્ણ ખનિજ બ્લોક્સનું વેચાણ કરશે.
નવી દિલ્હી, 29 એપ્રિલ (હિં.સ.) કેન્દ્ર સરકાર જૂનના અંત સુધીમાં હરાજીના ચોથા રાઉન્ડમાં લગભગ 20 મહત્વન
ખાણ


નવી દિલ્હી, 29 એપ્રિલ (હિં.સ.) કેન્દ્ર સરકાર જૂનના અંત સુધીમાં હરાજીના ચોથા રાઉન્ડમાં લગભગ 20 મહત્વના, ખનિજ બ્લોક્સનું વેચાણ કરશે. પ્રથમ રાઉન્ડમાં વેચાણ માટે મુકવામાં આવેલ, મહત્વના ખનીજ બ્લોકની હરાજી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તેના પરિણામો એક મહિનામાં જાહેર કરવામાં આવશે.

ખાણ સચિવ વીએલ કાંથા રાવે સોમવારે, નવી દિલ્હીમાં ઈન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે 'મહત્વપૂર્ણ ખનીજ શિખર સમીટ'ના ઉદ્ઘાટન સમયે જણાવ્યું હતું કે,” અમે 'મહત્વપૂર્ણ ખનીજના 38 બ્લોક્સ, હરાજી માટે મૂક્યા છે.” તેમણે કહ્યું કે,” અમે જૂનના અંતમાં ચોથા રાઉન્ડની હરાજી કરવા જઈ રહ્યા છીએ.” ખાણ સચિવે કહ્યું કે,” જૂનના અંત સુધીમાં, લગભગ 20 મહત્વપૂર્ણ ખનિજ બ્લોક્સની હરાજી કરવામાં આવશે.”

કેન્દ્ર સરકારે નબળા પ્રતિસાદને કારણે, પ્રથમ તબક્કામાં વેચાણ માટે મુકવામાં આવેલા 'મહત્વપૂર્ણ ખનીજના 20 બ્લોકમાંથી, 13 બ્લોકની હરાજી રદ કરી છે. ઓફર પર મૂકવામાં આવેલા 20 બ્લોકમાંથી, 18 બ્લોક માટે 56 ભૌતિક બિડ અને 56 ઓનલાઈન બિડ પ્રાપ્ત થઈ હતી. રદ કરાયેલા 11 બ્લોકમાંથી સાત ખાણોને ત્રીજા રાઉન્ડ હેઠળ હરાજી માટે સૂચિત કરવામાં આવી છે. જ્યારે 6 બ્લોકની હરાજીનો બીજો રાઉન્ડ, સમયપત્રક મુજબ પૂર્ણ થઈ ગયો છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ / સુનીત / ડો હિતેશ


 rajesh pande