છત્તીસગઢ: અથડામણમાં નક્સલી માર્યો ગયો, મૃતદેહ અને હથિયારો મળી આવ્યા
સુકમા, નવી દિલ્હી, 29 એપ્રિલ (હિ.સ.) સુકમાના કિસ્ટારામ પોલીસ સ્ટેશન હેઠળના પેસેલપાડના જંગલમાં, સુરક્
સૈન્ય


સુકમા, નવી દિલ્હી, 29 એપ્રિલ (હિ.સ.) સુકમાના કિસ્ટારામ પોલીસ સ્ટેશન હેઠળના પેસેલપાડના જંગલમાં, સુરક્ષા દળના જવાનોએ એક એન્કાઉન્ટરમાં એક નક્સલીને ઠાર કર્યો છે. સુકમા એસપી કિરણ ચવ્હાણે, એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે.

છત્તીસગઢના કિસ્ટારામ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પેસેલપાડના જંગલમાં કિસ્ટારામ એરિયા કમિટીના નક્સલવાદીઓની હાજરીની માહિતી પર ડીઆરજી, બસ્તર ફાઇટર અને 208 વાહિની કોબ્રાની સંયુક્ત પાર્ટી, નક્સલ નાબૂદી ઓપરેશન માટે રવાના થઈ હતી. ઓપરેશન દરમિયાન, સોમવારે સવારે 07 વાગ્યે, પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં, જવાનોએ એક નક્સલીને ઠાર કર્યો.

ઘટનાસ્થળની શોધખોળ દરમિયાન માર્યા ગયેલા નક્સલવાદીનો મૃતદેહ અને હથિયારો મળી આવ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સૈનિકોએ અથડામણમાં ઘણા નક્સલવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા નક્સલવાદીની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ પાંડે / સંજીવ / ડો. હિતેશ


 rajesh pande