ચીન હવે બાંગ્લાદેશમાં ભારતીય કાર-ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ માર્કેટ, કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યું છે
ઢાકા, નવી દિલ્હી, 28 એપ્રિલ (હિ.સ.) ભારત અને બાંગ્લાદેશ વચ્ચે લોહીના સંબંધોની સાથે વેપારી સંબંધો પણ
ચીન


ઢાકા, નવી દિલ્હી, 28 એપ્રિલ (હિ.સ.) ભારત અને બાંગ્લાદેશ વચ્ચે લોહીના સંબંધોની સાથે વેપારી સંબંધો પણ સૌથી મજબૂત છે. હવે ચીન આ સંબંધો પર ખરાબ નજર નાખી રહ્યું છે. અહીં ચીને ભારતીય કંપનીઓની કાર અને ઈલેક્ટ્રોનિક માર્કેટ કબજે કરવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. ચીનની ત્રણ કંપનીઓ, બાંગ્લાદેશી કંપનીઓ સાથે મળીને કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માંગે છે. અકીઝ ગ્રુપ અને એસીઆઈ મોટર્સ સહિત, અનેક બાંગ્લાદેશી કંપનીઓ સંયુક્ત ફેક્ટરીઓ સ્થાપવા આગળ આવી છે. જો કે, આ કારોનું ઉત્પાદન બાંગ્લાદેશમાં નહીં થાય પરંતુ બધું ચીનમાં જ બનશે અને માત્ર એસેમ્બલિંગ બાંગ્લાદેશમાં થશે.

ભારતીય બજારમાં કારની નિકાસ કરતી ચીની કંપનીઓ પર ઘણા નિયંત્રણો છે. ચીનની ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓને ભારતમાં રોકાણ કરવામાં પણ અવરોધો છે. તેથી, વૈકલ્પિક અભિગમ તરીકે ચીન, બાંગ્લાદેશની કંપનીઓ સાથે ભાગીદારી સ્થાપીને કાર, લિથિયમ બેટરી, મોબાઈલ ઉત્પાદન ફેક્ટરીઓ સહિત વિવિધ ઉત્પાદનો માટે ભારતના બજારને નિયંત્રિત કરવા માંગે છે.

અહેવાલ છે કે, ત્રણ ચીની ઓટોમોબાઈલ કંપનીઓના પ્રતિનિધિઓ સહિત અનહુઈ પ્રાંતીય પીપલ્સ કોંગ્રેસના 17 સભ્યોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે, 23 એપ્રિલે બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી અને રોકાણમાં રસ દર્શાવ્યો હતો. તેમણે બાંગ્લાદેશ-ચીન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (બીસીસીસીઆઈ)ના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.

ચીની કંપની ચેરી ઓટોમોબાઇલે બાંગ્લાદેશમાં તેની ઇલેક્ટ્રિક વ્હીકલ (ઈવી) ફેક્ટરી સ્થાપવામાં રસ દર્શાવ્યો છે, જ્યારે જિયાનધુઈ ઓટોમોબાઇલ અને ફોટોન મોટર્સ એ, ટ્રક અને પેસેન્જર બસ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવામાં રસ દર્શાવ્યો છે. ફોર્કલિફ્ટ ઉત્પાદનમાં વિશેષતા ધરાવતી અન્ય ચીની કંપની - હેલીએ બાંગ્લાદેશી સાહસિકો સાથે સંયુક્ત રીતે ફેક્ટરી સ્થાપવામાં રસ દાખવ્યો છે. ગોશન હાઈ ટેક કંપની એ જણાવ્યું છે કે, તે હાઇ-ટેક ઇલેક્ટ્રિક વાહન બેટરીઓનું ઉત્પાદન કરવા માટે ફેક્ટરી સ્થાપવા માંગે છે.

ચીનનું પ્રતિનિધિમંડળ 22 એપ્રિલે બાંગ્લાદેશ પહોંચ્યું હતું અને 24 એપ્રિલની રાત્રે પરત ફર્યું હતું. ચીની પ્રતિનિધિમંડળ સાથેની બેઠકમાં, બાંગ્લાદેશના અકીઝ ગ્રૂપ સહિતની ઘણી કંપનીઓ ચેરી ઓટોમોબાઈલ કંપની સાથે સંયુક્ત રીતે ઇલેક્ટ્રિક કાર અને લિથિયમ બેટરી ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે રોકાણ કરવા સંમત થઈ છે.

બાંગ્લાદેશ એનર્જી પેકના મેનેજિંગ ડિરેક્ટર હુમાયુ રશીદે ચીનના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ રેફ્રિજરેટેડ કવર વાન, કવર વાન અને સ્ટ્રીટ લાઇટ મેન્ટેનન્સ માટે વપરાતી ક્રેન્સ સહિતના વિશિષ્ટ વાહનોના ઉત્પાદન માટે ચીનની જેએસી અને હૈલી કંપની સાથે કામ કરી રહ્યા છે. હુમાયુ રશીદે કહ્યું કે, ચીનની સરકાર ઈચ્છે છે કે તેની કંપનીઓ બાંગ્લાદેશમાં તેમનું રોકાણ વધારે. અમે ચીનની કંપનીઓ સાથે ઈલેક્ટ્રિક બસ અને ઈલેક્ટ્રિક ટ્રક બનાવીશું. અત્યાર સુધીમાં અમે 150 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. વધુ 500 કરોડનું રોકાણ કરવાની યોજના છે.

બાંગ્લાદેશની એસીઆઈ મોટર્સે પણ, બાંગ્લાદેશમાં પેસેન્જર બસો અને અન્ય વાહનોના ઉત્પાદન અને એસેમ્બલિંગ ક્ષેત્રે ચીની કંપનીઓ સાથે સંયુક્તપણે રોકાણ કરવા રસ દર્શાવ્યો છે. બીસીસીસીઆઈના જનરલ સેક્રેટરી અલ મામુન મૃધાએ જણાવ્યું હતું કે, ચીનની કંપનીઓ તેમના બિઝનેસને વિસ્તારવા માટે બાંગ્લાદેશમાં રોકાણ કરવા માટે બિઝનેસ પાર્ટનરની શોધમાં આવી છે. અકીઝ ગ્રુપ, એસીઆઈ મોટર્સ સહિત બાંગ્લાદેશની વિવિધ ઔદ્યોગિક કંપનીઓના અધિકારીઓ રસ દર્શાવી રહ્યા છે. તેઓએ ચીનની કંપનીઓ સાથે સંયુક્ત સાહસોમાં ઓટોમોબાઈલ ઉદ્યોગમાં રોકાણ કરવા માટે રસ દર્શાવ્યો છે, તેમણે જણાવ્યું હતું.

ઉદ્યોગપતિ અલ મામુન મૃધાએ જણાવ્યું હતું કે, પ્રતિનિધિમંડળમાં અનહુઇ પ્રાંતની એક એગ્રો-પ્રોસેસિંગ કંપનીના ટોચના અધિકારીઓનો સમાવેશ થાય છે. તેઓ બાંગ્લાદેશના એગ્રો-પ્રોસેસિંગ ઉદ્યોગ અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણ કરવા આતુર છે. આ લોકો માને છે કે, આનાથી બંને દેશોને વાણિજ્યિક રીતે ફાયદો થશે.

હિન્દુસ્થાન સમાચાર / કિશોર સરકાર / ઓમ પ્રકાશ / મુકુંદ / ડો. હિતેશ


 rajesh pande