ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 89 ડોલરની નજીક, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર
નવી દિલ્હી, 29 એપ્રિલ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્ર
ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 89 ડોલરની નજીક, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર


નવી દિલ્હી, 29 એપ્રિલ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 89 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ 84 ડોલર આસપાસ છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ રૂ. 94.72, ડીઝલ રૂ. 87.62, મુંબઈમાં પેટ્રોલ રૂ. 104.21, ડીઝલ રૂ. 92.15, કોલકતામાં પેટ્રોલ રૂ. 103.94, ડીઝલ રૂ. 90.76, ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 100.75 અને ડીઝલ રૂ. 92.34 પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં, આ સપ્તાહના પ્રથમ દિવસે, બ્રેન્ટ ક્રૂડ 0.97 ડોલર એટલેકે 1.08 ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ 88.53 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.82 ડોલર એટલેકે 0.98 ટકા ઘટીને પ્રતિ બેરલ 83.09 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/મુકુંદ / ડો. હિતેશ


 rajesh pande