વડાપ્રધાન મોદી પર 6 વર્ષ માટે, ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માગણી ફગાવી દેવામાં આવી
નવી દિલ્હી, 29 એપ્રિલ (હિં.સ.) દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સચિન દત્તાની અધ્યક્ષતાવાળી બેંચે, વડાપ્રધાન
કેસ


નવી દિલ્હી, 29 એપ્રિલ (હિં.સ.) દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સચિન દત્તાની અધ્યક્ષતાવાળી બેંચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે.

કોર્ટે કહ્યું કે,” અરજદારનું માનવું છે કે, આ આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનનો મામલો છે પરંતુ કોર્ટ માત્ર ફરિયાદના આધારે, ચૂંટણી પંચને સૂચના આપી શકે નહીં.” સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે કહ્યું કે,” તે અરજદારની ફરિયાદ પર વિચાર કરી રહ્યું છે.”

વકીલ આનંદ એસ જોંધાલે દ્વારા, દાખલ કરવામાં આવેલી અરજીમાં તેણે, વડાપ્રધાનને છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે,” વડાપ્રધાને, 9 એપ્રિલે ઉત્તર પ્રદેશમાં તેમના ભાષણમાં હિન્દુ અને શીખ ગુરુઓના નામ પર, ભાજપ માટે વોટ માંગ્યા હતા.” વડાપ્રધાને તેમના ભાષણમાં, વિરોધને મુસ્લિમો સાથે જોડ્યો હતો. જ્યારે ચૂંટણીમાં ધર્મનો ઉપયોગ કરવો એ લોકોના પ્રતિનિધિત્વ કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

અરજીમાં વડાપ્રધાનને છ વર્ષ માટે ચૂંટણી લડવા માટે, ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે,” વડાપ્રધાનનું ભાષણ લોકસભા ચૂંટણીમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીમાં અવરોધો ઉભી કરી શકે છે. આથી કોર્ટે ચૂંટણી પંચને વડાપ્રધાનના ભાષણની નોંધ લેવા, અને વડાપ્રધાન સામે પગલાં લેવાનો નિર્દેશ આપવો જોઈએ.”

અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે,”વડાપ્રધાન સમગ્ર દેશમાં, હવાઈ માર્ગે પ્રવાસ કરી રહ્યા છે અને આવા ભાષણો આપી રહ્યા છે, જેનાથી કોઈ સમુદાય વિરુદ્ધ નફરતનું વાતાવરણ ઊભું થઈ શકે. દેશભરમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી માટે આવા ભાષણો પર પ્રતિબંધ મૂકવો જોઈએ.”

હિન્દુસ્થાન સમાચાર / સંજય / સુનીત / દધીબલ / ડો હિતેશ


 rajesh pande