પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ, વી શ્રીનિવાસ પ્રસાદનું બેંગલુરુમાં નિધન
બેંગલુરુ, નવી દિલ્હી, 29 એપ્રિલ (હિ.સ.) પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ચામરાજનગરના ભારતીય જનતા પાર્ટી (ભ
મંત્રી


બેંગલુરુ, નવી દિલ્હી, 29 એપ્રિલ (હિ.સ.) પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ચામરાજનગરના ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાંસદ, વી શ્રીનિવાસ પ્રસાદનું રવિવારે રાત્રે અહીંની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. શ્રીનિવાસ પ્રસાદ, છેલ્લા ચાર દિવસથી આઈસીયુમાં દાખલ હતા. તેમણે 76 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. ભાજપના દિગ્ગજ નેતા વી શ્રીનિવાસ, ચામરાજનગર લોકસભા બેઠક પરથી સાત વખત ચૂંટણી જીત્યા છે. તેમણે બે વખત નંજનગુડ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. તેમના મૃત્યુનું કારણ મલ્ટી ઓર્ગન ફેલ્યોર હોવાનું જણાવવામાં આવ્યું છે. તેણે હાલમાં જ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.

પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, વી શ્રીનિવાસ પ્રસાદના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે આજે મૈસુરમાં તેમના જયલક્ષ્મીપુરમ નિવાસસ્થાને લાવવામાં આવશે. તેમને 22 એપ્રિલે બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વી શ્રીનિવાસ પ્રસાદનો જન્મ 6 જુલાઈ, 1947ના રોજ અશોકપુરમ, મૈસૂરમાં થયો હતો. તેમણે 17 માર્ચ, 1974ના રોજ અપક્ષ તરીકે કૃષ્ણરાજ વિધાનસભા ક્ષેત્રની પેટાચૂંટણી જીતીને ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ 1972 સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક રહ્યા. આ પછી તેઓ જનસંઘ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય રહ્યા. આ પછી તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી


 rajesh pande