આઇએસએલ 2023-24: મુંબઈ સિટી એફસીના પ્રહારથી ઘાયલ એફસી ગોવા, વળતો હુમલો કરવા તૈયાર
મુંબઈ, નવી દિલ્હી, 29 એપ્રિલ (હિ.સ.) ઈન્ડિયન સુપર લીગ (આઇએસએલ) 2023-24માં બીજા સેમિફાઈનલનો, પ્રથમ લે
મેચ


મુંબઈ, નવી દિલ્હી, 29 એપ્રિલ (હિ.સ.) ઈન્ડિયન સુપર લીગ (આઇએસએલ) 2023-24માં બીજા સેમિફાઈનલનો, પ્રથમ લેગ ખૂબ જ રોમાંચક હતો. જેમાં મુંબઈ સિટી એફસીએ છેલ્લી ઘડીમાં બે ગોલથી નીચામાં એફસી ગોવાને 3-2થી હરાવ્યું હતું. તેથી, હવે તમામ ફૂટબોલ પ્રેમીઓની નજર, વેસ્ટ કોસ્ટના આ બે પાવર-હાઉસ વચ્ચેની સેમી ફાઈનલ મેચના બીજા તબક્કા પર રહેશે, જે આજે સાંજે મુંબઈ ફૂટબોલ એરેના ખાતે રમાશે.

સેમિ-ફાઇનલ મેચનો પ્રથમ લેગ સંપૂર્ણ રીતે બદલાયો, કારણ કે મુંબઈએ મેચની છેલ્લી છ મિનિટમાં ત્રણ ગોલ કરીને અકલ્પનીય વિજય મેળવ્યો હતો. લલિયાનઝુઆલા ચાંગતેના બે ગોલ અને વિક્રમ પ્રતાપ સિંહના એક ગોલથી ગોવાની 2-0ની લીડ ભૂંસી ગઈ હતી. જે ગૌર્સે, બોરિસ સિંહ અને બ્રાન્ડોન ફર્નાન્ડિસના ગોલ દ્વારા મેળવી હતી.

મુંબઈ સિટી એફસીના ચેક મુખ્ય કોચ પીટર ક્રેટકીએ, રવિવારે કહ્યું, “હું બેન્ચ પરના મારા છોકરાઓને કહું છું કે, તેઓ મેદાન પર આવે અને અસર કરે, જે સૌથી મહત્ત્વની બાબત છે. હું મારી ટીમ અને છોકરાઓથી ખૂબ જ ખુશ છું, કારણ કે તેઓ તેના ખૂબ જ યોગ્ય છે.”

મને લાગે છે કે હું માત્ર છેલ્લી મેચમાં જ નહીં પણ, અમે જીતેલી મેચોમાં પણ વધુ સારા અવેજી કરી શક્યો હોત. એફસી ગોવાના સ્પેનિશ મુખ્ય કોચ માનોલો માર્ક્વેઝે રવિવારે મેચ પૂર્વેની, પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. અમે હવે લીગના એવા ભાગમાં છીએ, જ્યાં પરિસ્થિતિઓ મુશ્કેલ છે અને તેથી જ અમને ફૂટબોલ ગમે છે.

આપને જણાવી દઈએ કે, બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 25 મેચ રમાઈ છે. જેમાં મુંબઈ સિટી એફસીએ 11 અને એફસી ગોવાએ 7માં જીત મેળવી છે. જ્યારે 7 મેચ ડ્રો રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી


 rajesh pande