ઈન્દોર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર, અક્ષય કાંતિએ ઉમેદવારી પાછી ખેંચી લીધી અને ભાજપમાં જોડાયા
ઇન્દોર, નવી દિલ્હી, 29 એપ્રિલ (હિ.સ.) મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરમાં લોકસભાની ચૂંટણી પહેલા કો
ઈન્દોર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર, અક્ષય કાંતિએ ઉમેદવારી પાછી ખેંચી લીધી અને ભાજપમાં જોડાયા


ઇન્દોર, નવી દિલ્હી, 29 એપ્રિલ (હિ.સ.) મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે, પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે. આવી સ્થિતિમાં ઈન્દોરમાં ભાજપ સામે કોંગ્રેસનો પડકાર ખતમ થઈ ગયો છે. આ પછી, અક્ષય કાંતિ બમ, ભાજપ કાર્યાલય પહોંચ્યા અને નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવરા અને મંત્રી કૈલાશ વિજયવર્ગીયની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું.

વાસ્તવમાં ઈન્દોર લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમ, સોમવારે કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય અને બીજેપી ધારાસભ્ય રમેશ મેંદોલા સાથે કલેક્ટર ઓફિસ પહોંચ્યા અને પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું. આ પછી તેઓ કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય અને ધારાસભ્ય મેંદોલા સાથે ભાજપ કાર્યાલય પહોંચ્યા અને ભાજપનું સભ્યપદ લીધું.

અક્ષય કાંતિ બમનું કહેવું છે કે, તેમણે ઉમેદવારી નોંધાવી ત્યારથી તેમને પાર્ટી તરફથી કોઈ સમર્થન મળી રહ્યું નથી. દરમિયાન અક્ષય કાંતિ, મંત્રી કૈલાશ વિજયવર્ગીયને એક હોટલમાં મળ્યા હતા. આ પછી બીજેપી ધારાસભ્ય રમેશ મેંદોલાને અક્ષયની સાથે નોમિનેશન ફોર્મ લેવા માટે મોકલવામાં આવ્યા હતા, જ્યારે વિજયવર્ગીય પોતે બહાર રહ્યા હતા. આ સાથે અક્ષય કાંતિ બમ ના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

કોંગ્રેસ 74 વર્ષમાં પહેલીવાર ચૂંટણી મેદાનમાં નથી

કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર અક્ષય કાંતિ બમનું નામાંકન પાછું ખેંચાતા, હવે ઈન્દોરમાં કોંગ્રેસનો ભાજપ સામેનો પડકાર પણ ખતમ થઈ ગયો છે. ઈન્દોરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીના ઈતિહાસમાં આ પહેલીવાર છે, જ્યારે કોંગ્રેસનો કોઈ ઉમેદવાર મેદાનમાં નહીં હોય. 1951થી ઈન્દોરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાત વખત અને ભાજપ નવ વખત ચૂંટણી જીતી ચુકી છે. જનતા પાર્ટી અને કમ્યુનિસ્ટ પાર્ટીએ અહીં એક-એક વખત ચૂંટણી જીતી છે.

1989માં ભાજપે સૌપ્રથમવાર ઈન્દોરમાં ચૂંટણી જીતી હતી, જ્યારે સુમિત્રા મહાજને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશ ચંદ્ર સેઠીને હરાવ્યા હતા. આ પછી ઈન્દોર ભાજપનો ગઢ બની ગયો અને મહાજન આઠ વખત ઈન્દોરથી સાંસદ રહ્યા. પછી 2019 માં ભાજપે શંકર લાલવાણીને તેના ઉમેદવાર તરીકે ઉતાર્યા, જ્યારે તેમણે કોંગ્રેસના ઉમેદવારને 5 લાખ મતોના માર્જિનથી હરાવ્યા. આ વખતે પણ ભાજપે ફરી શંકર લાલવાણીને મેદાનમાં ઉતાર્યા છે.

હિન્દુસ્થાન સમાચાર/મુકેશ/સુનીત / ડો. હિતેશ


 rajesh pande