રામબનમાં અનેક જગ્યાએ ભૂસ્ખલન થતાં, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ થઈ ગયો
જમ્મુ, નવી દિલ્હી, 29 એપ્રિલ (હિ.સ.) જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં રાતોરાત વરસાદને કારણે, રામબન
રામબન


જમ્મુ, નવી દિલ્હી, 29 એપ્રિલ (હિ.સ.) જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાં રાતોરાત વરસાદને કારણે, રામબનમાં કેટલાક સ્થળોએ ભૂસ્ખલનને કારણે સોમવારે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગને, વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, રામબન જિલ્લાના મેહર, ગંગરુ, મોમ પાસી અને કિશ્તવાડી પાથેરમાં, ભૂસ્ખલનને કારણે નેશનલ હાઈવે બ્લોક થઈ ગયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે,” વરસાદ ચાલુ છે, માર્ગ સાફ કરીને પુનઃસ્થાપન કાર્યમાં અવરોધ ઊભો કરી રહ્યો છે.” તેઓએ મુસાફરોને સલાહ આપી છે કે, જ્યાં સુધી કાટમાળ સાફ ન થાય ત્યાં સુધી હાઇવે પર મુસાફરી કરવાનું ટાળો.

અધિકારીઓએ જણાવ્યું કે,” જમ્મુના પુંછ અને રાજૌરી જિલ્લાઓને દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લા સાથે, જોડતો વૈકલ્પિક માર્ગ મુગલ રોડ પીર કી ગલી અને આસપાસના વિસ્તારોમાં, હિમવર્ષાને કારણે ત્રીજા દિવસે પણ બંધ રહ્યો હતો.”

હિન્દુસ્થાન સમાચાર / બલવાન / સુનીલ / માધવી


 rajesh pande