જામનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રારંભિક વર્ગ
જામનગર, 29 એપ્રિલ (હિં. સ.). રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ને ૧૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે
જામનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રારંભિક વર્ગ


જામનગર, 29 એપ્રિલ (હિં. સ.). રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ને ૧૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે દેશ ભરમાં અનેક યુવાઓ સંઘમાં જોડાઈ રહ્યા છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાનારા સ્વયંસેવકો ના પ્રશિક્ષણ માટે અલગ અલગ પ્રકાર ના ક્રમશ: વર્ગો નું આયોજન થતું હોય છે. આ જ પ્રકારનો એક વર્ગ એટલે પ્રારંભિક વર્ગ છે જે બે દિવસ માટે યોજાતો હોય છે. જામનગરના નારણપર નજીક આવેલ કનકેશ્વરીદેવીજી ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી, કેશવ ધામ ખાતે વર્ગ ૨૬ થી ૨૮ એપ્રિલ દરમ્યાન યોજાયો હતો. જેમાં જામનગર શહેર ના ૭૮ જેટલા સ્વયંસેવકો જોડાયા હતા અને તેમના પ્રશિક્ષણ માટે ૧૦ જેટલા કાર્યકર્તાઓ એ શિક્ષક ની ભૂમિકા નિભાવી હતી. સ્વયંસેવકોની અંદર રાષ્ટ્ર ભાવના નિર્માણ, સંઘ કાર્ય પદ્ધતિ , સમૂહ ભાવ, સામાજિક સદ્ભાવ , સેવા જેવા ગુણોના દ્રઢીકરણ અને વૃદ્ધિ માટે આવા વર્ગોમાં સ્વયંસેવકો સમયાંતરે ભાગ લેતા હોય છે.

હિન્દુસ્થાન સમાચાર/કિંજલ કારસરીયા/બિનોદ


 rajesh pande