નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતમાં ડિસ્ટ્રીક્ટ વોટર સાઈડ સેફ્ટી કમિટિ (DWSC)ની પ્રથમ બેઠક મળી
- જિલ્લાના નદી તળાવો, જળાશયમાં વોટર બોડી જ્યુડીક્શનમાં કમિટીની રચના કરાશે અને તેની સમીક્ષા દર મહિને
નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતમાં ડિસ્ટ્રીક્ટ વોટર સાઈડ સેફ્ટી કમિટિ (DWSC)ની પ્રથમ બેઠક મળી


- જિલ્લાના નદી તળાવો, જળાશયમાં વોટર બોડી જ્યુડીક્શનમાં કમિટીની રચના કરાશે અને તેની સમીક્ષા દર મહિને કરવામાં આવશે

- જિલ્લામાં કોઈપણ જગ્યાએ લાયસન્સ વગરની બોટ ચલાવવામાં આવે તો તેને તાત્કાલિક ધોરણે બંધ કરવાની રહેશે, પુરતી સલામતી અને એસ.ઓ.પી. મુજબ હશે તેને માન્ય રાખવામાં આવશે

રાજપીપલા/અમદાવાદ,29 એપ્રિલ (હિ.સ.) નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રીક્ટ વોટર સાઈડ સેફ્ટી કમિટિ (DWSC)ની પ્રથમ બેઠક મળી હતી. જેમાં પોલીસ વિભાગ, જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટર ગુજરાત પ્રાવસન નિગમ લી.ગાંધીનગર, મેનેજર બંદર અધિકારીની કચેરી ભરૂચ પોર્ટ, નાયબ કલેક્ટર યુનિટ-3 SoUADTGA એકતાનગર, રિજિયોનલ ફાયર ઓફિસર સુરત, ચીફ ઓફિસર રાજપીપલા નગર પાલિકા, જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત, મામલતદાર ડિઝાસ્ટર, ઓપરેશન મેનેજર યુનિફેરી સર્વિસ પ્રા.લી.કેવડીયા વગેરે મેમ્બરો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા શહેરના હરણી તળાવમાં અગાઉ નાવડી પલ્ટી જતા વિદ્યાર્થીઓના મરણને કારણે ઉદભવેલી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે ગુજરાત હાઈકોર્ટની ગાઈડલાઈન અને ગૃહવિભાગ, સ્ટેટ ડિઝાસ્ટર અને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ અને એસ.ઓ.પી. મુજબની કાર્યવાહી કરવા માટે ડિસ્ટ્રીક્ટ વોટર સાઈડ સેફ્ટી કમિટીની જિલ્લામાં રચના કરવા અપાયેલી સૂચના અવયે જિલ્લામાં પ્રથમ બેઠક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં જિલ્લાકક્ષાએ અને તાલુકાકક્ષાએ ગ્રામ્ય કક્ષાએ કમિટીની રચના કરવામાં આવશે. કયા કયા સભ્યોને આ સમિતિમાં રાખવા તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મામલતદાર, ટીડીઓ, પોલીસ ઈન્સ્પેક્ટર, સબ પોલીસ ઈસ્પેક્ટર, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન સ્ટેટ-પંચાયત, તાલુકામાં કાર્યરત વોટર સ્પોર્ટસ એસોસીએશનના સભ્યો રાખવામાં આવશે. તેમની ફરજો અને જવાબદારી નક્કી કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લામાં જ્યાં પણ નાવડીઓનું સંચાલન થાય છે તે જગ્યાએ નાવડીઓનું લાયસન્સ અને અધિકૃત કરેલા વ્યક્તિઓ દ્વારા તેનું સંચાલન અને સેફ્ટી સાથે લોકોને બેસાડવાનું રહેશે. જેમાં લાઈફ જેકેટ, સેફ્ટી રીંગ તેમજ સલામતીનું ખાસ ધ્યાન રાખવા ઉપર બેઠકમાં ચર્ચા કરાઈ હતી. નાવડી સંચાલકોને પણ તાલીમ અને આ અંગે જાગૃત કરવામાં આવશે.સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રિવર રાફ્ટીંગ, ક્રૂઝ અને રામપુરા ઘાટ, માંડણ, નર્મદા નદીના કિનારા,ઘાટ જ્યાં વોટર બોડી જ્યુડીક્શનમાં ચાલતી નાવડીનો સમાવેશ થાય છે. તેમાં નાવડી ચલાવતા કોન્ટ્રાક્ટરો પાસે લાયસન્સ હોવું આવશ્યક છે. કોઈપણ લાયસન્સ વગર આ જગ્યાએ બોટ ચલાવવાની રહેશે નહીં તેમજ અધિકૃત કરેલા માણસોએ મંજૂરી મેળવેલ હશે તે જ તેનું સંચાલન કરી શકશે. અનઅધિકૃત નાવડી ચાલતી હોય તો પોલીસ વિભાગ દ્વારા તેને તાત્કાલિક ધોરણે બંધ કરવાની રહેશે અને એસ.ઓ.પી. મુજબ જ નાવડીઓનમું સંચાલન કરવાનું રહેશે. કોઈપણ ડિઝાસ્ટરની ઘટના ન બને તેનું ખાસ ધ્યાન રાખવા બેઠકમાં ચર્ચા કરાઈ હતી. જેમાં મોટા તળાવો હોય તેવી જગ્યાએ ગ્રામ્ય લેવલે તલાટી, મામલતદાર, ટીડીઓ દ્વારા એક ચોક્કસ કમિટીની રચના કરવાની રહેશે અને તેનો રિપોર્ટ દર માસે કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર શાખામાં રજૂ કરવાનો રહેશે. સમયાંતરે તે અંગે સમીક્ષા બેઠક યોજવાની રહેશે અને ટેકનિકલ માણસો આ અંગેની ખરાઈ કરશે તેમજ સ્ટેબિલીટી અંગેનું સર્ટિફિકેટ આપવાનું રહેશે.

આ કમિટીમાં ઓછામાં ઓછા પાંચ સભ્યો રાખવાના રહેશે અને તરવૈયાનું લિસ્ટ તેમજ સેફ્ટી બોટ અને સલામતી અંગેની સુવિધા કરવાની રહેશે. નાગરિકોને સાવધાની-સલામતી અંગે ચેતવણી અંગેના બોર્ડ પણ લગાડવાના રહેશે. નદીમાં કે તળાવ જળાશયમાં કોઈ પ્રવેશે નહીં તે અંગે નદીમાં પાણીમાં મગર રહે છે તેવી ચેતવણી અંગે જાગૃત કરવાના રહેશે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. મલ્ટી લેવલની કમિટીનીપણ રચના કરવાની રહેશે.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande