કેજરીવાલ અને સોરેન માટે આજનો દિવસ મહત્વનો, ધરપકડ સામે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
નવી દિલ્હી, 29 એપ્રિલ (હિ.સ.) દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધ
આપ


નવી દિલ્હી, 29 એપ્રિલ (હિ.સ.) દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેન માટે આજનો દિવસ મહત્ત્વનો છે. જેમને થોડા મહિના પહેલાં ભ્રષ્ટાચારના વિવિધ આરોપોમાં, જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા. બંનેની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થવાની છે.

જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચ તેમની ધરપકડને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. કેજરીવાલે દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસમાં ઇડી દ્વારા ધરપકડને પડકારી છે. સોરેને કહ્યું છે કે, ઝારખંડ હાઈકોર્ટ તેમની ધરપકડને પડકારતી અરજી પર ચુકાદો આપવામાં વિલંબ કરી રહી છે. નોંધનીય છે કે, ઇડી દ્વારા, કેજરીવાલની 21 માર્ચે અને હેમંત સોરેનની 31 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ


 rajesh pande