ડબ્લ્યુએસપીએસ વર્લ્ડ કપ બીજા- ભારતીય પેરા-શૂટરોએ, બે ગોલ્ડ સહિત પાંચ મેડલ જીત્યા
નવી દિલ્હી, 29 એપ્રિલ (હિં.સ.) દક્ષિણ કોરિયાના ચાંગવોનમાં, વર્લ્ડ શુટિંગ પેરા સ્પોર્ટ્સ (ડબ્લ્યુએસપી
શુટિંગ


નવી દિલ્હી, 29 એપ્રિલ (હિં.સ.) દક્ષિણ કોરિયાના ચાંગવોનમાં, વર્લ્ડ શુટિંગ પેરા સ્પોર્ટ્સ (ડબ્લ્યુએસપીએસ) વર્લ્ડ કપમાં રવિવારે, ભારતીય પેરા-શૂટર્સે શાનદાર પ્રદર્શન કરીને બે ગોલ્ડ સહિત પાંચ મેડલ જીત્યા હતા. કોરિયન શહેરમાં 22 એપ્રિલથી શરૂ થયેલા અને 1 મેના સુધી ચાલનાર બીજા વિશ્વ કપમાં, ભારતીય પેરા-શૂટર્સે રવિવારે, કુલ બે ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારત માટે સુવર્ણ ચંદ્રક, નિહાલ સિંહ અને ભક્તિ શર્માએ મિશ્રિત 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં અને, પી-1 સંજીવ કુમાર ગિરી દ્વારા પુરુષોની 10 મીટર એર પિસ્તોલમાં જીત્યા હતા.

પી-2 મહિલા 10 મીટર એર પિસ્તોલમાં ભક્તિ શર્મા અને પી-5, 10 મીટર એર સ્ટાન્ડર્ડ પિસ્તોલ મિક્સ્ડ એસએચ1માં ભાટીવાલ વિકાસ અને સંદીપ કુમાર સાથે આકાશ કુમારે ભારત માટે બે સિલ્વર મેડલ જીત્યા.

આકાશ કુમારે રવિવારે પી-5 10 મીટર એર સ્ટાન્ડર્ડ પિસ્તોલ મિશ્રિત એસએચ-1 વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આપને જણાવી દઈએ કે, સીઝનના બીજા વિશ્વ કપમાં 27 દેશોના લગભગ 125 શૂટર્સ ભાગ લઈ રહ્યા છે. જે પેરિસ 2024 પેરાલિમ્પિક ગેમ્સ માટે એક બિલ્ડ-અપ ઈવેન્ટ છે. ઘણા યુરોપિયન એથ્લેટ્સ માટે, આ વર્લ્ડ કપ મે મહિનામાં યુરોપિયન ચેમ્પિયનશિપ પહેલાં, પ્રેક્ટિસ ઇવેન્ટ અભ્યાસ તરીકે પણ કરી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી


 rajesh pande