પાટણના સિધ્ધી સરોવરમાં યુવકે મોતની છલાંગ લગાવી, ફાયર વિભાગના કર્મચારીઓએ લાશને બહાર કાઢી
પાટણ,29 એપ્રિલ(હિ.સ)પાટણ શહેરનું સિધ્ધી સરોવરમાં મોતની છલાંગ લગાવી પોતાની જીવનલીલા સંકેલી લેતા હોવાન
પાટણના સિધ્ધી સરોવરમાં યુવકે મોતની છલાંગ લગાવી


પાટણ,29 એપ્રિલ(હિ.સ)પાટણ શહેરનું સિધ્ધી સરોવરમાં મોતની છલાંગ લગાવી પોતાની જીવનલીલા સંકેલી લેતા હોવાનાં કિસ્સા પ્રકાશમાં આવતાં હોય છે ત્યારે સોમવારે સવારે વધુ એક યુવકે અગમ્ય કારણોસર, સિધ્ધી સરોવરમાં મોતની છલાંગ લગાવી પોતાની જીવનલીલા સંકેલી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. તેની લાશ સિદ્ધિ સરોવરના બાળા બહુચર માતા મંદિરના કિનારા પર તરતી જોવા મળી હતી.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના સિદ્ધિ સરોવરના બાળા બહુચર માતા મંદિરના, કિનારા પર એક યુવાનની લાશ તરતી જોવા મળી હતી. કોઈ વ્યક્તિ એ અગમ્ય કારણોસર પોતાના જીવનથી નાસીપાસ થઈ, મોતની છલાંગ લગાવી હોવાની જાણ પાલિકાના કોર્પોરેટર દેવચંદ ભાઈ પટેલને કરતા તેમને, પાલિકાના ફાયર વિભાગને જાણ કરાતાં ફાયર વિભાગનાં કમૅચારીઓએ, તાત્કાલિક સિધ્ધી સરોવર ખાતે દોડી આવી સરોવરમાં મોતની છલાગ લગાવનાર યુવકની લાશ સિદ્ધિ સરોવર માંથી બહાર કાઢી હતી.

પાલિકા કોર્પોરેટર દેવચન ભાઈ પટેલ એ, આ બનાવની જાણ પોલીસને કરાતાં પોલીસ પણ ધટના સ્થળે દોડી આવી હતી. લાશનું પંચનામુ કરી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક પટણી રાજ સોમાભાઈ ભઠીવાડોનું હોવાનું જાણવા મળ્યું હતું.

પાટણ શહેરના સિદ્ધી સરોવરમાં અવાર નવાર બનતા આત્મ હત્યાનાં બનાવોને રોકવા, પાલિકા દ્વારા સરોવર ફરતે ફેનસિગ તાર વડે સુરક્ષા વધારવાની સાથે સરોવર ઉપર જરૂરી ચોકિયાતને ફરજ સોંપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

હિન્દુસ્થાન સમાચાર/હાર્દિક પરમાર


 rajesh pande