ગરબાડામાં ભરાતા હાટ બજારમાં ટ્રાફિકની સમસ્યાના કારણે ડીજે ની ગાડી થી એસટી બસ ની બારી નો કાચ તૂટ્યો
-હાટ બજારમાં ટ્રાફિક પોઇન્ટ મૂકવાની જરૂર ગરબાડા, 29 એપ્રિલ(હિ. સ.). ગરબાડા માં રવિવાર નાં દિવસે ભરાત
એસટી બસ


-હાટ બજારમાં ટ્રાફિક પોઇન્ટ મૂકવાની જરૂર

ગરબાડા, 29 એપ્રિલ(હિ. સ.). ગરબાડા માં રવિવાર નાં દિવસે ભરાતા હાટ બજાર માં મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારના લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આવતા હોય છે તેમજ હાટ બજારમાં વેપાર ધંધો કરવા માટે પણ બહારગામ થી પણ અનેક વેપારીઓ આવતા હોય છે આવા સમયમાં ટ્રાફિકની સમસ્યા થવી સ્વભાવિક છે ખાસ કરીને જ્યાં હાટ ભરાય છે ત્યાં બાયપાસ વાળા રોડ ઉપર તેમ છતાં અહીંયા પોલીશ વિભાગ દ્વારા કોઈ ટ્રાફિક પોઇન્ટ કે ટ્રાફિક હવાલદાર મૂકવામાં આવતો નથી પરિણામે હાટ બજારમાં આવતા લોકોએ ભારે હલાકી નો સામનો કરવો પડે છે રવિવારના બપોરના સમયે એક ડીજેની ટ્રક અને એસટી બસ સામસામે આવતા ડીજેની ગાડી દ્વારા એસટી બસ ની બારી નોકાચ તૂટ્યો હતો ઉલ્લેખનીય છે કે અમુક કામોમાં પોલીસ નિયમિત પોતાના કામ ઉપર જતી રહે છે પરંતુ આવા કામોમાં રસ નહીં હોવાનું જોવા મળી રહ્યું છે માત્ર રવિવારના દિવસે હાટ બજાર ભરાય છે ત્યાં બાયપાસ વાળા રોડ ઉપર ટ્રાફિક પોઇન્ટ મુકાય તેવી લોક માંગ છે

હિન્દુસ્થાન સમાચાર/દિવ્યેશ/બિનોદ


 rajesh pande