સાબરકાંઠાઃપોલીસને ખુલ્લો પડકારઃહિંમતનગરની રામનગર સોસાયટીમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર
-નિવૃત્ત પોલીસ કર્મી અને તેની પત્નીની ધોળા દિવસે હત્યા હિંમતનગર, 30 એપ્રિલ(હિ. સ.). સાબરકાંઠા જિલ્લા
રામનગર સોસાયટી


-નિવૃત્ત પોલીસ કર્મી અને તેની પત્નીની ધોળા દિવસે હત્યા

હિંમતનગર, 30 એપ્રિલ(હિ. સ.). સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે રામનગર સોસાયટીમાં આવેલા પોતાના જ ઘરમાં નિવૃત્ત પોલીસ કર્મી અને તેની પત્નીની ધોળા દિવસે નિર્મમ હત્યા કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે.

હિંમતનગર તાલુકાના કોટડા ગામના વતની અને હાલ હિંમતનગરની રામનગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોલીસ કર્મી વિક્રમસિંહ ભાટી અને તેમની પત્નીનું ધોળા દિવસે હત્યા કરવામાં આવતાં હિંમતનગર શહેર ભરમાં ચકચાર મચી જવા પામી છે. ડબલ મર્ડરની ઘટના જાણી હિંમતનગરના ડીવાયએસપી, એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. નિવૃત્ત પોલીસ કર્મીના ઘરે આવેલા અજાણ્યા શખ્સોએ પતિ પત્ની બંનેની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર/મહેન્દ્ર પ્રસાદ/બિનોદ


 rajesh pande