આઈપીએલ 2024: સુનીલ નરેને, લસિથ મલિંગાને પાછળ છોડીને ખાસ રેકોર્ડ બનાવ્યો.
કોલકતા, નવી દિલ્હી,30 એપ્રિલ (હિ.સ.) કોલકતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ના ઓલરાઉન્ડર સુનીલ નરેને, સોમવારે ઈ
મેચ


કોલકતા, નવી દિલ્હી,30 એપ્રિલ (હિ.સ.) કોલકતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ના ઓલરાઉન્ડર સુનીલ નરેને, સોમવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ઈતિહાસમાં કોઈ ચોક્કસ સ્થળે સૌથી વધુ વિકેટ લેવાનો લસિથ મલિંગાનો રેકોર્ડ તોડી નાખ્યો.

દિલ્હી કેપિટલ્સ સામે કેકેઆરની જીત દરમિયાન નરેને, બોલથી પ્રભાવિત કર્યો, અને તેની ચાર ઓવરના સ્પેલમાં 24 રનમાં 1 વિકેટ લીધી હતી. તેણે પ્રથમ દાવમાં અક્ષર પટેલની વિકેટ લીધી. જે આઈપીએલમાં પ્રતિષ્ઠિત ઈડન ગાર્ડન્સ ખાતે તેની 69મી વિકેટ હતી. જે લીગમાં કોઈ ચોક્કસ સ્થાને બોલર દ્વારા સૌથી વધુ વિકેટ હતી. તેમના પહેલા, શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ ઝડપી બોલર લસિથ મલિંગાએ મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કરતી વખતે, વાનખેડે ખાતે 68 વિકેટ લઈને આ રેકોર્ડ બનાવ્યો હતો.

અનુભવી સ્પિનર અમિત મિશ્રા, દિલ્હીમાં 58 વિકેટ લઈને, ત્રીજા સ્થાને છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ, બેંગલુરુમાં 52 વિકેટ સાથે ચોથા સ્થાને છે. ભૂતપૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહ, વાનખેડે ખાતે 49 વિકેટ સાથે પાંચમા સ્થાને છે.

મેચની વાત કરીએ તો આ મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે, ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે તેનો નિર્ણય ખોટો સાબિત થયો અને દિલ્હીની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 153 રન જ બનાવી શકી. દિલ્હી તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ અણનમ 35 રન બનાવ્યા હતા. કુલદીપ સિવાય પંતે 27 રન બનાવ્યા હતા.

કેકેઆર માટે વરુણ ચક્રવર્તીએ, 4 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ લીધી હતી. વરુણ ઉપરાંત વૈભવ અરોડા, હર્ષિત રાણાએ 2-2 અને સુનીલ નરેન, મિચેલ સ્ટાર્કે 1-1 વિકેટ લીધી હતી.

જવાબમાં ફિલ સોલ્ટ (68)ની અડધી સદી અને કેપ્ટન શ્રેયસ અય્યર (અણનમ 33) અને વેંકટેશ ઐયર (23)ની ઈનિંગ્સને કારણે, કેકેઆર એ 16.3 ઓવરમાં 3 વિકેટના નુકસાને 157 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

દિલ્હી તરફથી અક્ષર પટેલે 2 અને કુલદીપ યાદવે 1 વિકેટ ઝડપી હતી.

આ જીત સાથે, કેકેઆર હવે આઈપીએલ 2024 પોઈન્ટ ટેબલમાં, 12 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે દિલ્હી 12 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી


 rajesh pande