લોકસભા ચુંટણીમાં વધુ મતદાન થાય તે માટે સાબરડેરીની પશુપાલકો માટે પ્રોત્સાહક જાહેરાત
મોડાસા, 30 એપ્રિલ(હિ. સ.). અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા માં સો ટકા મતદાન કરાવવા સાબરડેરીના ચેરમેનનો
સાબરડેરી


મોડાસા, 30 એપ્રિલ(હિ. સ.). અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા માં સો ટકા મતદાન કરાવવા સાબરડેરીના ચેરમેનનો મહત્વનો નિર્ણય પશુપાલકો મતદાન કર્યાનું નિશાન બતાવનારને લિટરે એક રૂપિયો વધારે આપવાનો સાબરડેરીના ચેરમેન શામળભાઇ પટેલે પ્રોત્સાહક જાહેરાત કરી હતી.

સાબરકાંઠા અરવલ્લી લોકસભા બેઠકમાં આવતા તમામ વિસ્તારોમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સાબરડેરી દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. મોડાસામાં સહકાર સંમેલનની બેઠક યોજાઈ તે સમયે પશુપાલકો વધુમાં વધુ મતદાન કરે તે માટે સાબરડેરી દ્વારા આ મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. પશુપાલકો મતદાન કરશે તો 1 લિટરે 1 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. 7 થી 10ના સમયગાળા દરમિયાન વોટીંગ કરવા કરાઈ અપીલ કરવામાં આવી હતી. પશુપાલકો વધુમાં વધુ મતદાન કરે તે માટે સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ દ્વારા આ મહત્વનો નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. આજે મોડાસા કોલેજ હોલ ખાતે સહકાર સંમેલનની બેઠકમાં સહકારી હોદ્દેદારો અને સહકારી સંસ્થાના આગેવાનો રહ્યા ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/મહેન્દ્ર પ્રસાદ/બિનોદ


 rajesh pande