રાફેલ નડાલની ફિટનેસમાં સુધારો, મેડ્રિડ ઓપનના ચોથા રાઉન્ડમાં પહોંચ્યો
મેડ્રિડ, નવી દિલ્હી,30 એપ્રિલ (હિ.સ.) રાફેલ નડાલે સોમવારે મુતુઆ મેડ્રિડ ઓપનમાં, ઈજામાંથી પરત ફર્યા બ
નડાલ


મેડ્રિડ, નવી દિલ્હી,30 એપ્રિલ (હિ.સ.) રાફેલ નડાલે સોમવારે મુતુઆ મેડ્રિડ ઓપનમાં, ઈજામાંથી પરત ફર્યા બાદ વિશ્વના 91 નંબરના ખેલાડી પેડ્રો કેચિનને 6-1, 6-7(5), 6-3 થી હરાવીને, ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

ટાઈ-બ્રેકમાં બીજો સેટ ગુમાવ્યા બાદ નડાલે, તેની સુધરેલી ફિટનેસ બતાવી અને ત્રીજા સેટમાં સખત સંઘર્ષ કર્યો અને ત્રણ કલાક અને ચાર મિનિટ સુધી ચાલેલી મેરેથોન મેચમાં જીત મેળવી.

મેડ્રિડના મનોલો સેંટાના સેન્ટર કોર્ટમાં ભરચક ભીડની સામે, 37 વર્ષીય નડાલે તેના જૂના ટેનિસની ઝલક બતાવી. જેના કારણે તે મેડ્રિડમાં પાંચ વખત ચેમ્પિયન બન્યો છે.

ચાલો જોઈએ કે જ્યારે હું બીજા દિવસે સવારે જાગીશ ત્યારે મને કેવું લાગે છે, મને આશા છે કે હું ઠીક થઈશ. નડાલે તેની જીત બાદ સ્પેનિશ ટીવીને કહ્યું.

કેસ્પર રુડે પણ 29મી ક્રમાંકિત કેમેરોન નોરી સામે 6-2, 6-4થી જીત મેળવીને અંતિમ-16 માટે ક્વોલિફાય કર્યું હતું.

મહિલા પક્ષમાં, ટોચની ક્રમાંકિત ઇગા સ્વિએટેક સ્પેનની સારા સોરિબ્સ ટોર્બોને 6-1, 6-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. જેણે અગાઉ ભૂતપૂર્વ ચેમ્પિયન વિક્ટોરિયા અઝારેન્કાને હરાવી હતી.

2022ની વિજેતા, ઓન્સ જબ્યુર પણ છેલ્લા આઠમાં પહોંચી હતી. જ્યાં આઠમી ક્રમાંકિત ખેલાડીએ નવમી ક્રમાંકિત જેલેના ઓસ્ટાપેન્કોને તેની મેચના, પ્રારંભિક સેટમાં 6-0, 6-4થી હરાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી


 rajesh pande