ધીમી ઓવર રેટના કારણે હાર્દિક પંડ્યાને, 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
લખનૌ, નવી દિલ્હી, 1 મે (હિ.સ.) આઈપીએલ 2024 ની 48મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી) સામે, મંગળવારે
મેચ


લખનૌ, નવી દિલ્હી, 1 મે (હિ.સ.) આઈપીએલ 2024 ની 48મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી) સામે, મંગળવારે એકના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન, હાર્દિક પંડ્યાને ધીમી ઓવર રેટ માટે 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

બુધવારે આઇપીએલ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “આઇપીએલ આચાર સંહિતા હેઠળ, ન્યૂનતમ ઓવર-રેટના ગુનાઓ સંબંધિત આ મુંબઈ ટીમનો સીઝનનો બીજો ગુનો હોવાથી, પંડ્યાને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઈમ્પેક્ટ પ્લેયર્સ સહિત પ્લેઈંગ ઈલેવનના બાકીના સભ્યોને વ્યક્તિગત રીતે રૂ. 6 લાખ અથવા તેમની સંબંધિત મેચ ફીના 25 ટકા (જે ઓછું હોય તે) દંડ ફટકારવામાં આવ્યો હતો.

મેચની વાત કરીએ તો આ મેચમાં લખનૌએ, મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું હતું.

લખનૌએ મેચમાં ટોસ જીતીને, મુંબઈને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઈશાન કિશન (32), નેહલ વાઢેરા (46) અને ટિમ ડેવિડ (અણનમ 35)ની ઈનિંગ્સની મદદથી, મુંબઈની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 144 રન જ બનાવી શકી હતી.

જવાબમાં લખનૌએ, 19.2 ઓવરમાં 6 વિકેટના નુકસાને 145 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

લખનૌ માટે માર્કસ સ્ટાઈનિસે, શાનદાર અડધી સદી સાથે 62 રન બનાવ્યા હતા. સ્ટાઈનિસ ઉપરાંત કેપ્ટન કેએલ રાહુલે, 28 રન અને નિકોલસ પૂરને અણનમ 14 રન બનાવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી


 rajesh pande