કુતિયાણાના 4 શખ્સોને તડીપાર કરાયા.
પોરબંદર,02 મે (હિ.સ.) સમગ્ર પોરબંદર જિલ્લામાં લોકસભાની ચૂંટણીના અનુસંધાને પોલીસ દ્વારા એક પછી એક અટ
4 persons of Kutiana were chased.


4 persons of Kutiana were chased.


4 persons of Kutiana were chased.


4 persons of Kutiana were chased.


4 persons of Kutiana were chased.


પોરબંદર,02 મે (હિ.સ.) સમગ્ર પોરબંદર જિલ્લામાં લોકસભાની ચૂંટણીના અનુસંધાને પોલીસ દ્વારા એક પછી એક અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે કુતિયાણા પોલીસે ચાર નામ ચીન શખ્સોને તડીપાર કરી દીધા છે. તડીપાર શખ્સોમાં ભીમકી, મુન્નો, ભીખુ, છકો સહિતના નામચીન લોકોનો સમાવેશ થાય છે. કુતિયાણાને કેટલાક લોકો ડોનભૂમિ તરીકે પણ ઓળખે છે ત્યારે પોલીસ ધીમે ધીમે એક પછી એક દાણા દબાવીને આ ભૂમિને પવિત્ર કરી રહી હોય તેવો માહોલ બનતો નજર આવી રહ્યો છે.પોલીસે જણાવ્યું કે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્રારા પોરબંદર જીલ્લામાં લોકસભા ચુંટણી શાંતી પુર્ણ વાતાવરણમાં યોજાય તે અનુસંધાને અસામાજીક ઈસમો ઉ૫૨ પાસા/ તડીપાર મુકવા સુચના કરેલ જે સુચના અન્વયે કુતિયાણા પીએસઆઈ કે.એન. ઠાકરીયા તથા પોલીસ સ્ટાફ દ્વારા લોકસભા- 2024 ની ચુંટણી શાંતી પુર્ણ માહોલમાં યોજાય શકે તે માટે થાણા વિસ્તારમાં રહેતા અસામાજીક ઈસમો વિરૂધ્ધ હદપાર દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ જે દરખાસ્ત સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ કુતીયાણા દ્વારા કુલ 4 ઈસમોને સમગ્ર પોરબંદર જીલ્લામાંથી હદપાર કરવા હુકમ થઈ આવેલ હોય જે હુકમ આધારે સમાવાળાઓને નોટીસની બજવણી કરી પોરબંદર જીલ્લામાંથી હદપાર કરાવેલ છે. તડીપાર ઈસમોમાં (1) ભીમા ઉર્ફે ભીમકી રામાભાઈ ઓડેદરા ધંધોઃખેતીકામ રહે.સિંધપુર ગામ કુતીયાણા તાઃકુતીયાણા જી.પોરબંદર (2) લીલા ઉર્ફે ભીખુ પરબતભાઈ ઓડેદરા ધંધોઃડ્રાઈવીંગ રહે.રસુલવાડી પાણીના ટાંકા પાસે કુતીયાણા તાઃકુતીયાણા જી.પોરબંદર (3) રમેશ ઉર્ફે મુન્નો પોલાભાઇ ખીમાણીયા ધંધોઃમજુરી રહે.હેલાબેલી ગામ તાઃકુતીયાણા જી.પોરબંદર (4) સુનીલ ઉર્ફે છકો પોપટભાઈ પરમાર ધંધોઃમજુરી રહે.ચકલાપરા કુતીયાણા તાઃકુતીયાણા જી.પોરબંદર (સહિત કુલ ચારનો સમાવેશ થાય છે. આ કામગીરીમા પીએસઆઈ કે.એન.ઠાકરીયા ઉપરાંત રામશીભાઈ વીરાભાઈ લુવા, મહેશભાઈ મેરામણભાઈ મુસાર વગેરે જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર/ તેજસ ઢોલરીયા/હર્ષ શાહ


 rajesh pande