એર ઈન્ડિયાએ દિલ્હી-દુબઈ રૂટ પર એ-350 એરક્રાફ્ટ સાથે ફ્લાઈટ્સ શરૂ કરી
નવી દિલ્હી, 02 મે (હિ.સ.) ટાટાની આગેવાની હેઠળની એર ઈન્ડિયા એરલાઈન્સે દિલ્હી-દુબઈ ફ્લાઈટ રૂટ પર પ્રથમ
કોટ


નવી દિલ્હી, 02 મે (હિ.સ.) ટાટાની આગેવાની હેઠળની એર ઈન્ડિયા એરલાઈન્સે દિલ્હી-દુબઈ ફ્લાઈટ રૂટ પર પ્રથમ વખત એ-350 એરક્રાફ્ટનું સંચાલન કરવાનું શરૂ કર્યું. આંતરરાષ્ટ્રીય રૂટ પર એ-350 એરક્રાફ્ટ સાથે એર ઇન્ડિયા એરલાઇનની આ પ્રથમ ઉડાન છે.

કંપનીએ કહ્યું કે,” એર ઈન્ડિયા એરલાઈન હવે દિલ્હી અને દુબઈ વચ્ચે દૈનિક સેવા ચલાવી રહી છે. ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાના એ-350 એરક્રાફ્ટમાં 316 સીટો સાથે ત્રણ વર્ગની કેબિન છે. એર ઈન્ડિયાએ આ વર્ષે તેના કાફલામાં A-350 એરક્રાફ્ટ ઉમેરવાનું શરૂ કર્યું. આ વિમાનોનો ઉપયોગ ડોમેસ્ટિક ફ્લાઈટ માટે પણ થઈ રહ્યો છે.”

એર ઇન્ડિયાએ 40 એ-350 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે, જેમાંથી ઓછામાં ઓછા ચાર તેના કાફલામાં જોડાયા છે. હાલમાં, એર ઈન્ડિયા પાંચ ભારતીય શહેરોમાંથી દર અઠવાડિયે દુબઈ માટે 72 ફ્લાઈટ્સ ચલાવે છે. જેમાંથી 32 દિલ્હીથી ઉપડે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ / સુનીત / માધવી


 rajesh pande