કેનેડાએ 2024 ટી-20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી, સાદ બિન ઝફર હશે કેપ્ટન
ઓટાવા, નવી દિલ્હી, 2 મે (હિ.સ.) ક્રિકેટ કેનેડાએ ગુરુવારે આગામી ટી-20 વર્લ્ડ કપ માટે તેની 15 સભ્યોની
મેચ


ઓટાવા, નવી દિલ્હી, 2 મે (હિ.સ.) ક્રિકેટ કેનેડાએ ગુરુવારે આગામી ટી-20 વર્લ્ડ કપ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ઓલરાઉન્ડર સાદ બિન ઝફર આઈસીસી ટૂર્નામેન્ટમાં કેનેડાની ટીમનું નેતૃત્વ કરશે.

ઓર્થોડોક્સ સ્પિનર અને કેપ્ટન સાદ, ટીમમાં અનુભવનો ખજાનો લઈને આવશે. જેમાં બેટ્સમેન આરોન જોન્સન અને ઝડપી બોલર કલીમ સનાનો પણ, ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમમાં માત્ર ચાર ખેલાડીઓની ઉંમર, 30 વર્ષથી ઓછી છે. નિખિલ દત્તા અને શ્રીમંથા વિજયરત્નેને ટીમમાં સ્થાન મળ્યું નથી. દરમિયાન, તજિન્દર સિંહ આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2024 માટે અનામત તરીકે યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ જશે.

આગામી આઈસીસી ઇવેન્ટ ટી-20 વર્લ્ડ કપ એ ટૂર્નામેન્ટમાં કેનેડાની પ્રથમ ભાગીદારી હશે. સાદની ટીમને કો-યજમાન યુએસએ, ભારત, પાકિસ્તાન અને આયર્લેન્ડની સાથે ગ્રુપ એમાં રાખવામાં આવ્યા છે.

ઉત્તર અમેરિકાની ટીમ 1 જૂને ડલાસમાં યુએસએ સામે તેની ટૂર્નામેન્ટની શરૂઆત કરશે.

કેનેડાની ટી-20 વર્લ્ડ કપ 2024ની ટીમ નીચે મુજબ છેઃ સાદ બિન ઝફર (કેપ્ટન), આરોન જોન્સન, દિલોન હેઈલીગર, દિલપ્રીત બાજવા, હર્ષ ઠાકર, જેરેમી ગોર્ડન, જુનૈદ સિદ્દીકી, કલીમ સના, કંવરપાલ તથગુર, નવનીત ધાલીવાલ, નિકોલસ કિર્તન સિંહ, પરગટ સિંહ, રવિન્દરપાલ સિંહ, રેયાનખાન પઠાણ, શ્રેયસ મોવા.

અનામત: તજિન્દર સિંહ, આદિત્ય વરદરાજન, અમ્માર ખાલિદ, જતિન્દર મથારુ, પરવીન કુમાર.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી


 rajesh pande