પાલિકા દ્વારા ખાણી-પીણીના ધંધાર્થીઓ ને ત્યાં ચેકીંગ હાથ ધરાયુ
પોરબંદર,02 મે (હિ.સ.) હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વાસી અને અખાદ્ય ખોરાક ખાવાથી લોકોના આરોગ્ય પર ગ
પાલિકા દ્વારા ખાણી-પીણીના ધંધાર્થીઓ ને ત્યાં ચેકીંગ હાથ ધરાયુ


પોરબંદર,02 મે (હિ.સ.) હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વાસી અને અખાદ્ય ખોરાક ખાવાથી લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે આથી પોરબંદર પાલિકાના ફુડ વિભાગ દ્રારા શહેરના વિવિધ વિસ્તારોમા ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામા આવ્યું હતુ.

પોરબંદર નગરપાલિકાના ફુડ વિભાગ દ્રારા આજે શહેરના કમલબાગ અને નરસંગ ટેકરી વિસ્તારમા પાઉભાજી, પિત્ઝા પાર્લર અને પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામા આવ્યુ હતુ જેમા ખાદ્યા ખોરાકને ઢાંકીને રાખવા તેમજ વાસી ખોરાક નહી આપવા સુચના આપવામા આવી હતી તેમજ ચેકિંગ દરમ્યાન ફુડ સેફટીના નિયમોનુ પાલન નહીં કરનાર ધંધાર્થીઓ પાસેથી રૂ. 4000નો દંડ વસુલવામા આવ્યો હતો જેને પગલે ખાણી-પીણીના ધંધાર્થીઓમા ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

હિન્દુસ્થાન સમાચાર/ તેજસ ઢોલરીયા/હર્ષ શાહ


 rajesh pande