સંદેશખાલી કેસમાં સીબીઆઈના રિપોર્ટથી હાઈકોર્ટ સંતુષ્ટ, માનવ અધિકાર પંચને પક્ષકાર બનાવવા જણાવ્યું
કલકાતા, નવી દિલ્હી, 2 મે (હિ.સ.) કલકત્તા હાઈકોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ વિરુદ
કેસ


કલકાતા, નવી દિલ્હી, 2 મે (હિ.સ.) કલકત્તા હાઈકોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ વિરુદ્ધ, અપરાધો અને જમીન હડપ કરવાના આરોપોમાં સીબીઆઈ તપાસની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ કોર્ટે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી)ને આ કેસમાં પક્ષકાર બનવાની મંજૂરી આપી છે.

મુખ્ય ન્યાયાધીશ ટી એસ શિવગ્નનમે ન્યાયમૂર્તિ હિરન્મય ભટ્ટાચાર્ય સાથે, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના અહેવાલની સમીક્ષા કરી હતી અને વિગતો ગુપ્ત રાખવાની એજન્સીની વિનંતી સ્વીકારી હતી. કોર્ટે 10 એપ્રિલે સીબીઆઈને સંદેશખાલીમાં મહિલાઓ સામેના ગુનાઓ અને જમીન હડપ કરવાના આરોપોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને ગુરુવારે, પ્રોગ્રેસ રિપોર્ટ દાખલ કર્યો હતો. કોર્ટ આ તપાસ પર નજર રાખી રહી છે. તેણે કેન્દ્રીય એજન્સીને રેવન્યુ રેકોર્ડની સંપૂર્ણ તપાસ કરવા માટે પણ નિર્દેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું કે,” એનએચઆરસી ની હાજરી હાલના કેસમાં, કોર્ટને મદદ કરશે અને કમિશનને આ કેસમાં પક્ષકાર તરીકે જોડાવાની મંજૂરી આપશે.” કોર્ટ અન્ય પીઆઈએલ સાથે સંદેશખાલીની ઘટનાઓ અંગે સ્વ-મોટો સંજ્ઞાન લેતી અરજીની, સુનાવણી કરી રહી છે.

સીબીઆઈએ કહ્યું કે,” જમીન હડપ કરવાના 900થી વધુ આરોપો છે. આને ધ્યાનમાં રાખીને, એજન્સીએ કોર્ટને વિનંતી કરી કે રાજ્ય સત્તાવાળાઓને સહકાર આપવાનો નિર્દેશ આપે.” કોર્ટે રાજ્ય સત્તાવાળાઓને સંપૂર્ણ સહકાર આપવાનો નિર્દેશ આપ્યો હતો અને કહ્યું હતું કે,” જો સ્ટાફની કોઈ અછત હશે તો યોગ્ય સત્તાવાળાઓ આ હેતુ માટે વધારાના સ્ટાફની નિયુક્તિ કરશે અને તેઓ સીબીઆઈ સાથે મળીને, કામ કરશે.” ખંડપીઠે સીબીઆઈને વધુ પ્રોગ્રેસ રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને આગામી સુનાવણી માટે 13 જૂનની તારીખ નક્કી કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પ્રકાશ / સંજીવ / માધવી


 rajesh pande