જાનિક સિનરે થાપાની ઈજાને કારણે, મેડ્રિડ ઓપનમાંથી ખસી ગયો
મેડ્રિડ, નવી દિલ્હી, 2 મે (હિ.સ.) વિશ્વની બીજા નંબરની ટેનિસ ખેલાડી જેનિક સિનરે, થાપાની ઈજાને કારણે ચ
ઈજા


મેડ્રિડ, નવી દિલ્હી, 2 મે (હિ.સ.) વિશ્વની બીજા નંબરની ટેનિસ ખેલાડી જેનિક સિનરે, થાપાની ઈજાને કારણે ચાલી રહેલી મેડ્રિડ ઓપનમાંથી ખસી ગયો છે. આયોજકોએ બુધવારે જાહેરાત કરી હતી.

વિશ્વના બીજા નંબરના ખેલાડીએ મંગળવારે ચોથા રાઉન્ડમાં કરેન ખાચાનોવને હરાવ્યો હતો અને આજે એટીપી માસ્ટર્સ 1000 ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં ફેલિક્સ ઓગર-અલિયાસીમનો સામનો કરવાનો હતો.

જાનિક સિનરે જમણા થાપાની ઇજાને કારણે, મુટુઆ મેડ્રિડ ઓપનમાંથી ખસી ગયો છે. પરિણામે, તે ગુરુવારે ફેલિક્સ ઓગર-અલિયાસીમ સામે તેની ક્વાર્ટર ફાઇનલ મેચ રમવા માટે કોર્ટ પર પાછો ફરશે નહી. ટુર્નામેન્ટે ટ્વિટર પર એક પોસ્ટમાં જાહેરાત કરી.

22 વર્ષીય ઇટાલિયન, મેડ્રિડમાં તેની ત્રીજી વખત દેખાવ કરી રહ્યો છે. તેનો આ વર્ષે 28-2નો રેકોર્ડ છે. સિનરે મિયામીમાં તેનું બીજું એટીપી માસ્ટર્સ 1000 ટાઇટલ મેળવ્યું અને ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેની પ્રથમ મોટી ચેમ્પિયનશિપ મેળવી.

દરમિયાન, 2022 રોલેક્સ પેરિસ માસ્ટર્સમાં ચૂકી ગયા પછી, કેનેડાનો ઓગર-અલિયાસીમ, તેની પ્રથમ એટીપી માસ્ટર્સ 1000 સેમિફાઇનલમાં પહોંચ્યો હતો. જ્યાં તેનો સામનો 30મી ક્રમાંકિત જીરી લેહકા અથવા ત્રીજા ક્રમાંકિત ડેનિલ મેદવેદેવ સાથે થશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી


 rajesh pande