અમેરિકાની યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઈન સમર્થકોએ, ઈમારતો પર કબજો જમાવ્યો, પોલીસ બોલાવવી પડી
વોશિંગ્ટન, નવી દિલ્હી, 02 મે (હિ.સ.) પેલેસ્ટાઈન સમર્થકોએ, અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓની શૈક્ષણિક ઈમાર
વોલ્પક


વોશિંગ્ટન, નવી દિલ્હી, 02 મે (હિ.સ.) પેલેસ્ટાઈન સમર્થકોએ, અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓની શૈક્ષણિક ઈમારતો પર કબજો જમાવી લીધો છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે હિંસાના જવાબમાં સેંકડો પેલેસ્ટાઈન તરફી દેખાવકારોની, અટકાયત કરી છે. અમેરિકાના અગ્રણી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે, તેના અહેવાલમાં પરિસ્થિતિની ભયાનકતા વિશે વિગતવાર ચર્ચા કરી છે.

ધ ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલો મુજબ, અમેરિકન શૈક્ષણિક કેમ્પસમાં વધતી હિંસાનો સામનો કરવા માટે પોલીસને બોલાવવામાં આવી છે. લગભગ આખા અમેરિકામાં આ સ્થિતિ છે. પેલેસ્ટાઈન તરફી દેખાવકારોએ છાવણી ગોઠવી છે. ઘણી શૈક્ષણિક ઇમારતો તેમના નિયંત્રણ હેઠળ લેવામાં આવી છે. તે અહીંથી ખસવા તૈયાર નથી. પોલીસ આ પરિસરમાં પ્રવેશી છે. લોસ એન્જલસની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, હિંસક અથડામણના સૌથી મોટા કેન્દ્ર તરીકે ઉભરી આવી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, લગભગ 200 પ્રદર્શનકારીઓના જૂથે તે બિલ્ડિંગને નિશાન બનાવ્યું, જ્યાં પેલેસ્ટિનિયન સમર્થકો ભેગા થયેલા હતા. આ જૂથે બિલ્ડિંગને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. અહીં કેટલાક કલાકો સુધી બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર કેમિકલ છાંટ્યું હતું.

આ સ્થિતિ પર મેયર એરિક એડમ્સે કહ્યું કે, ન્યૂયોર્કમાં લગભગ 300 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કોલંબિયાના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. કોલંબિયા સ્કૂલના પ્રમુખે, પોલીસને ગ્રેજ્યુએશન સુધી કેમ્પસમાં રહેવા વિનંતી કરી છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, લગભગ બે અઠવાડિયામાં યુએસ કેમ્પસમાં 1,600 થી વધુ વિરોધીઓની, અટકાયત કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / મકુંદ / ડો. હિતેશ


 rajesh pande