કેનેડામાં અલગતા, ઉગ્રવાદ અને હિંસાને રાજકીય સક્રિયતાની મંજૂરી અપાઈ રહી
નવી દિલ્હી, 2 મે (હિ.સ.) કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના ભારત વિરોધી નિવેદન પર પ્રતિક્રિયા આપતા વ
કેનેડામાં અલગતા, ઉગ્રવાદ અને હિંસાને રાજકીય સક્રિયતાની મંજૂરી અપાઈ રહી


નવી દિલ્હી, 2 મે (હિ.સ.) કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના ભારત વિરોધી નિવેદન પર પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયે પુનરોચ્ચાર કર્યો કે,’ તે સ્પષ્ટ છે કે કેનેડામાં રાજકીય સક્રિયતા તરીકે અલગતાવાદ, ઉગ્રવાદ અને હિંસાને મંજૂરી આપવામાં આવી રહી છે.’

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે, સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે,’ કેનેડાનું વલણ માત્ર દ્વિપક્ષીય સંબંધોને અસર કરતું નથી પરંતુ હિંસા અને ગુનાહિત પ્રવૃત્તિઓનું વાતાવરણ પણ બનાવે છે.’ તેમણે કહ્યું કે,’ કેનેડિયન હાઈ કમિશનરને વિદેશ મંત્રાલય દ્વારા બોલાવવામાં આવ્યા હતા. જ્યારે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ, એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં ખાલિસ્તાનની તરફેણમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.’

વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના તાજેતરના, નિવેદનમાં કંઈ નવું નથી.

ઉલ્લેખનીય છે કે, કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર આરોપ લગાવ્યો હતો. તાજેતરમાં તેણે કેનેડાના શીખો દ્વારા, આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં કેટલાક લોકોએ ખાલિસ્તાનના સમર્થનમાં નારા લગાવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ / માધવી


 rajesh pande