અમેરિકી કમિશને ભારતીય ચૂંટણીઓમાં, દખલગીરીનો અહેવાલ આપ્યો: વિદેશ મંત્રાલય
નવી દિલ્હી, 2 મે (હિ.સ.) વિદેશ મંત્રાલયે અમેરિકા દ્વારા જાહેર કરાયેલા ધાર્મિક સ્વતંત્રતાના અહેવાલને
વિદેશ


નવી દિલ્હી, 2 મે (હિ.સ.) વિદેશ મંત્રાલયે અમેરિકા દ્વારા જાહેર કરાયેલા ધાર્મિક સ્વતંત્રતાના અહેવાલને ફગાવી દેતા કહ્યું કે, આ ભારતની ચૂંટણી પ્રક્રિયામાં દખલગીરી છે, જે ક્યારેય સફળ નહીં થાય.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે, સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગ ના 2024ના રિપોર્ટ પર આ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું કે, આ પંચ એક પક્ષપાતી સંગઠન છે, જેનો પોતાનો રાજકીય એજન્ડા છે. તે વાર્ષિક અહેવાલના નામે ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરી રહ્યો છે. અમે આશા રાખતા નથી કે, આ કમિશન ક્યારેય ભારતની વૈવિધ્યસભર બહુલવાદી લોકશાહી પ્રણાલીને સમજવાનો પ્રયાસ કરશે.

તેમણે કહ્યું કે, આ રિપોર્ટ વિશ્વની સૌથી મોટી ચૂંટણી ઘટનામાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ છે, જે ક્યારેય સફળ નહીં થાય.

જ્યારે પ્રવક્તાને પૂછવામાં આવ્યું કે, શું તેઓ અમેરિકા પર ચૂંટણીમાં હસ્તાક્ષર કરવાનો આરોપ લગાવી રહ્યા છે તો તેમણે કહ્યું કે, આ રિપોર્ટના દરેક પાના પર જોઈને સ્થિતિ સ્પષ્ટ થઈ જાય છે.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ / ડો. હિતેશ


 rajesh pande