ઋષિવંશી સૌંદર્ય સર્જક શોપ એસોસિયેશન દ્વારા અમિતભાઈ શાહના સમર્થન સંમેલન યોજાયું
ગાંધીનગર,03 મે (હિ.સ.) ઋષિવંશી સૌંદર્ય સર્જક શોપ એસોસિયેશન દ્વારા ભારતના ગૃહમંત્રી અને લોકલાડીલા ઉમ
સેકટર - 24 ખાતે કાર્યક્રમ યોજાયો


સેકટર - 24 ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર,03 મે (હિ.સ.) ઋષિવંશી સૌંદર્ય સર્જક શોપ એસોસિયેશન દ્વારા ભારતના ગૃહમંત્રી અને લોકલાડીલા ઉમેદવાર અમિત શાહને જંગી બહુમતીથી જીતાડવા માટે સેકટર 24 ના રંગમંચની બાજુમાં બાપા સીતારામ મઢુલી ખાતે સામાજીક સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ગાંધીનગર ઉતર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ,અમદાવાદ પૂર્વ લોકસભાના પ્રભારી,બક્ષીપંચ મોરચા સામાજિક સંકલન સેલના પ્રદેશ કન્વીનર અને ઋષિવંશી સમાજ સેવા સંઘ ના સ્થાપક પ્રમુખ હેમરાજ પાડલીયા, ગાંધીનગર કોર્પોરેશનના પૂર્વ દંડક અને કોર્પોરેટર બહેન તેજલબેન યોગેશ નાયી, વિસ્તારના કોર્પોરેટર ભરત ગોહેલ, કોર્પોરેટર સોનાલી પટેલ, વોર્ડ પ્રમુખ ઉમેશ ઝા, સવજીભાઈ તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમાજ સેવા સંઘના પ્રમુખ તેમજ રેડક્રોસના પ્રમુખ જીલુભા ધાંધલ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ /હર્ષ શાહ


 rajesh pande