અમિત શાહના ડીપફેક વીડિયો કેસમાં, અરુણ રેડ્ડી ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં
નવી દિલ્હી, 04 મે (હિ.સ.) દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડીપફેક વીડિયો
અમિત શાહના ડીપફેક વીડિયો કેસમાં, અરુણ રેડ્ડી ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં


નવી દિલ્હી, 04 મે (હિ.સ.) દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડીપફેક વીડિયો કેસમાં ધરપકડ કરાયેલા અરુણ રેડ્ડીને, ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. રેડ્ડીની 3 મેના રોજ દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. અરુણ રેડ્ડી 'સ્પિરિટ ઓફ કોંગ્રેસ' નામનું ટ્વિટર હેન્ડલ ચલાવે છે. હાલમાં તે આઈએફએસઓ યુનિટની કસ્ટડીમાં છે. રેડ્ડી કોંગ્રેસના સોશિયલ મીડિયા સેલના રાષ્ટ્રીય સહ-સંયોજક પણ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, અરુણ રેડ્ડીએ ડીપફેક વીડિયો બનાવવા અને તેને વાયરલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. રેડ્ડી પર મોબાઈલ ફોનથી પુરાવાનો નાશ કરવાનો પણ આરોપ છે. દિલ્હી પોલીસે રેડ્ડીનો મોબાઈલ ફોન ફોરેન્સિક લેબમાં ટેસ્ટિંગ માટે મોકલી આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એવી ગેરસમજ ફેલાવવામાં આવી રહી હતી કે અમિત શાહે, એસસી, એસટી અને ઓબીસી માટે અનામત હટાવવાની વાત કરી હતી. શાહે, આ વાતને નકારી કાઢીને વિપક્ષ પર નિશાન સાધ્યું. જે બાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી. હૈદરાબાદ પોલીસે આ કેસમાં તેલંગાણા કોંગ્રેસના પાંચ સોશિયલ મીડિયા કાર્યકરોની પણ ધરપકડ કરી હતી. પાંચેયને હૈદરાબાદ ટ્રાયલ કોર્ટે 10,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર/સંજય/મુકુંદ / ડો. હિતેશ


 rajesh pande