પૂર્વ બ્રિટિશ પીએમ બોરિસ જોન્સનને, ઓળખ પત્રના અભાવે મતદાન કરવા માટે રોકાયા
લંડન, નવી દિલ્હી, 4 મે (હિ.સ.) બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને, દેશની સ્થાનિક ચૂંટણીમા
પૂર્વ બ્રિટિશ પીએમ બોરિસ જોન્સનને, ઓળખ પત્રના અભાવે મતદાન કરવા માટે રોકાયા


લંડન, નવી દિલ્હી, 4 મે (હિ.સ.) બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને, દેશની સ્થાનિક ચૂંટણીમાં એક મતદાન મથક પર તેમનું ઓળખપત્ર ન લાવવાના કારણે મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા, જેના કારણે તેમને પરત ફરવું પડ્યું હતું. બ્રિટિશ મીડિયાના અહેવાલો અનુસાર, જ્હોન્સન ગુરુવારે ચૂંટણી દરમિયાન પોતાનું આઈડી કાર્ડ લાવવાનું ભૂલી ગયા હતા, ત્યારબાદ સાઉથ ઓક્સફોર્ડશાયરના પોલિંગ સ્ટેશન સ્ટાફે તેને કહ્યું કે, તેઓ આઈડી કાર્ડ વિના મતદાન કરી શકે નહીં.

જોન્સન 2019 થી 2022 સુધી બ્રિટનના વડા પ્રધાન હતા. માહિતી અનુસાર, જો કે જોન્સન એ પછીથી મતદાન કર્યું અને તેણે કન્ઝર્વેટિવ પાર્ટીને મતદાન કર્યું. 2022 માં મતદાન કરવા માટે ફોટો આઈડી ફરજિયાત બનાવવા માટે નવો કાયદો, ગત વર્ષે સ્થાનિક ચૂંટણીઓમાં લાગુ કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે કહ્યું કે, મોટા ભાગના લોકો નવા કાયદાનું પાલન કરી રહ્યા છે પરંતુ કેટલાક લોકો પાસે ઓળખ કાર્ડ ન હોવાને કારણે મતદાન કર્યું નથી.

હિન્દુસ્થાન સમાચાર/અજિત તિવારી/પ્રભાત / ડો. હિતેશ


 rajesh pande