વાંકાનેરના ભોજપરા ગામે મતદાતા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મતદાતાઓને શપથ લેવડાવવામાં આવ્યા
રાજકોટ/અમદાવાદ,04 મે (હિ.સ.) લોકસભા સામાન્ય ચુંટણી 2024ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત વિવિધ આયોજનો દ્વ
વાંકાનેરના ભોજપરા ગામે મતદાતા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મતદાતાઓને શપથ લેવડાવવામાં આવ્યા


રાજકોટ/અમદાવાદ,04 મે (હિ.સ.) લોકસભા સામાન્ય ચુંટણી 2024ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત વિવિધ આયોજનો દ્વારા વધુમાં વધુ નાગરિકો જાગ્રત થઈને અચૂક મતદાન કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપક્રમે 10 રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સામાવિષ્ટ 67– વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી સિદ્ધાર્થ ગઢવીના દિશાનિર્દેશ અનુસાર વાંકાનેર ખાતેનાં ભોજપરા ગામે પ્રાથમિક શાળા ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અધિકારીઓ દ્વારા ગ્રામજનોને દરેક મતનું મહત્વ સમજાવીને 7 મે અને મંગળવારના દિવસે અચૂક મતદાન કરવા માટે અપીલ કરી હતી તેમજ ગ્રામજનોને મતદાતા શપથ લેવડાવવામાં આવ્યાં હતા.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande