મોવિયા ગામે મહિલાઓએ રંગોળી અને મહેંદી દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો
રાજકોટ/અમદાવાદ,04 મે (હિ.સ.) આગામી લોકસભા સામાન્ય ચુંટણીમાં મત આપવા માટે 7 મેના રોજ એટલે કે મંગળવાર
Movia village women gave voting awareness message through rangoli and mehndi


રાજકોટ/અમદાવાદ,04 મે (હિ.સ.) આગામી લોકસભા સામાન્ય ચુંટણીમાં મત આપવા માટે 7 મેના રોજ એટલે કે મંગળવારનો દિવસ નિર્ધારિત છે, ત્યારે સમગ્ર રાજકોટના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ થઈ રહ્યાં છે. રાજકોટ સંસદીય મતવિસ્તારના તમામ ભાગોમાં વિવિધ મતદાતા જાગૃતિ પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે. જે ઉપક્રમે મોવિયા ગામે મહિલાઓએ એકત્રિત થઈને ઘરમાં રંગોળી દોરીને લોકશાહીના પર્વના વધામણાં કર્યા હતાં. વધુમાં હથેળીમાં ‘મારો મત, મારો અધિકાર’ સુત્ર લખેલી મહેંદી મૂકીને ગૃહિણીઓને ‘પહેલા મતદાન, પછી ઘરકામ’ સૂત્ર મુજબ પોતાના મતાધિકારનો ઉત્સાહપૂર્વક ઉપયોગ કરવા પ્રેરણા આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande