કલેકટર કચેરી ખાતે મેજિક રંગોળી પ્રદર્શનને ખુલ્લુ મુક્તા કલેક્ટર પ્રભવ જોશી
- સમગ્ર જિલ્લામાં સામૂહિક રંગોળી થકી મતદારોને પ્રેરિત કરાયા રાજકોટ/અમદાવાદ,04 મે (હિ.સ.) લોકસભા સામ
Mukta Collector Prabhav Joshi inaugurated the magic rangoli exhibition at the Collectors office


- સમગ્ર જિલ્લામાં સામૂહિક રંગોળી થકી મતદારોને પ્રેરિત કરાયા

રાજકોટ/અમદાવાદ,04 મે (હિ.સ.) લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યૂકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદારોને જાગૃત કરવા હાલ

જિલ્લામાં વિવિધ સમૂહ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જે અન્વયે આજે કલેકટર કચેરી ખાતે મતદાન પ્રેરિત રંગોળીદ્વારા મતદાર જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. કલેક્ટર પ્રભવ જોશીના હસ્તે કલેક્ટર કચેરી ખાતે રંગોળી કલાકાર પ્રદીપ દવે દ્વારા વક્રીભવનના વિજ્ઞાનનો પ્રયોગ કરીને બનાવવામાં આવેલી પાણીમાં તરતી મેજિક રંગોળીના પ્રદર્શનને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

આ મેજિક રંગોળી કલેક્ટર કચેરી ખાતે 7 મે મતદાન દિવસ સુધી પ્રદર્શિત કરવામાં આવશે. સાથે જ વિવિધ ગ્રામ્ય વિસ્તારોની સખી મંડળની બહેનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિશાળ રંગોળીનું નિર્માણ કરી મતદારોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. કલેકટરએ બંને રંગોળીની પ્રશંસા કરી,તેમના કલાકારોને બિરદાવ્યા હતા.

વધુમાં રાજકોટ તાલુકાના નેશનલ રૂરલ લાઇવલી હુડ મિશનના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તૃપ્તિબેન ટાંકએ જણાવ્યું હતું કે, સ્વીપ નોડલ ઓફિસર જિજ્ઞાસા ગઢવીના માર્ગદર્શનમાં તાલુકા સેવા સદન જસદણ, રાજકોટ પૂર્વમાં ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ, તાલુકા સેવાસદન ધોરાજી, માતૃશ્રી વીરબાઈમાં મહિલા કોલેજ, ગૌરીદડ, છાપરા, કસ્તુરબાધામ, પીપળીયા, માલિયાસણ, ખારચીયા સહીતના ગામોમાંથી સખીમંડળની અંદાજે 25 બહેનોએ જિલ્લા કલેકટર કચેરી, જૂની કલેકટર કચેરી, બહુમાળી ભવન ચોક અને જિલ્લા પંચાયત કચેરી ખાતે રંગોળી કરીને મતદાનના મહત્વને ઉજાગર કર્યું છે. ત્યારે આ બહેનોએ મતદાન જાગૃતિ અભિયાનમાં પોતાનામાં રહેલી કળાનું યોગદાન આપી શકવા બદલ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande