અયોધ્યામાં રોડ શો પહેલા નરેન્દ્ર મોદી, રામલલાના દર્શન કરશે
લખનૌ, નવી દિલ્હી, 04 મે (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસમાં ઉત્તર પ્રદેશમાં અનેક લોકસભામાં જા
અયોધ્યામાં રોડ શો પહેલા નરેન્દ્ર મોદી, રામલલાના દર્શન કરશે


લખનૌ, નવી દિલ્હી, 04 મે (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસમાં ઉત્તર પ્રદેશમાં અનેક લોકસભામાં જાહેર સભાઓ અને રોડ શો યોજીને, આઈએનડીઆઈ ગઠબંધનની હવા કાઢશે. વડાપ્રધાન 4 મેના રોજ કાનપુર અને 5 મેના રોજ અયોધ્યામાં રોડ શો કરશે. આ સિવાય વડાપ્રધાન ઘણી લોકસભામાં જાહેરસભાઓને સંબોધિત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 મેના રોજ સાંજે કાનપુરમાં રોડ શો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સાંજે સાડા પાંચ વાગ્યે કાનપુરના ગુમટી નંબર 5 સ્થિત ગુરુદ્વારાની મુલાકાત લેશે. આ પછી કાનપુરમાં સાંજે 6:00 કલાકે ગુરુદ્વારા ગુમટી નંબર 5 થી, ખોયા મંડી તિરાહા કલાપી રોડ સુધી રોડ શો યોજાશે. રોડ શોની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામલલાના દર્શન, પૂજા અને રોડ શો કરશે

અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો ને ઐતિહાસિક બનાવવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન અયોધ્યામાં રામલલાના દર્શન પણ કરશે. આ પછી તેઓ, સુગ્રીવ કિલ્લાથી લતા ચોક સુધી રોડ શો કરશે. અયોધ્યામાં નરેન્દ્ર મોદીનો આ બીજો રોડ શો છે. વડાપ્રધાન જાન્યુઆરીમાં અયોધ્યા ગયા હતા. અયોધ્યામાં બંને બાજુથી બે કિલોમીટરના વિસ્તારમાં વિવિધ સ્થળોએ ભવ્ય ફૂલોની વર્ષા કરવામાં આવશે.

ભાજપના જિલ્લા પ્રભારી ડો.મિથિલેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, સમગ્ર યાત્રા રૂટને 40 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. દરેક 50 મીટરના અંતરે એક બ્લોક બનાવવામાં આવશે. દરેક બ્લોકમાં કોણ કોણ હશે તેના માટે કામદારોના નામ પસંદ કરવામાં આવ્યા છે. રોડ શો ના સમગ્ર રૂટને ફૂલોથી શણગારવામાં આવશે અને વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે. મિથિલેશ ત્રિપાઠીએ કહ્યું કે, લોકસભાના તમામ બૂથના કાર્યકરોને સામેલ કરવાની યોજના બનાવવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર/બ્રિજનંદન/રાજેશ / ડો. હિતેશ


 rajesh pande