નેપાળના એક ગામમાં ઠંડા પીણા પર પ્રતિબંધ, મહેમાનોનું સ્વાગત દૂધ, દહીં, લસ્સી અને છાશથી થશે.
કાઠમંડુ, નવી દિલ્હી, 06 મે (હિ.સ.) ભરતપુર જિલ્લાના ઇચ્છાકામના ગામ નગરપાલિકાના વડાએ, તેમના ગામમાં ઠંડ
નેપાળ


કાઠમંડુ, નવી દિલ્હી, 06 મે (હિ.સ.) ભરતપુર જિલ્લાના ઇચ્છાકામના ગામ નગરપાલિકાના વડાએ, તેમના ગામમાં ઠંડા પીણા પર પ્રતિબંધ મૂક્યો છે. સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયતની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેના બદલામાં, મહેમાનોનું દૂધ, દહીં, લસ્સી, છાશ અને લીંબુ પાણીથી સ્વાગત કરવામાં આવશે.

ઇચ્છાકામના ગામના વડા દાન બહાદુર ગુરુંગે જણાવ્યું હતું કે,” આ ગ્રામ પંચાયત હેઠળ તમામ સરકારી કચેરીઓમાં કોઈપણ પ્રકારની મીટિંગમાં, કોઈપણ મહેમાનના આવવા અથવા ઠંડા પીણા પીરસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બદલામાં, મહેમાનોનું દૂધ, દહીં, લસ્સી, છાશ અને લીંબુ પાણીથી સ્વાગત કરવામાં આવશે.” ગુરુંગે કહ્યું કે,” આ નિર્ણયથી ખેડૂતોને સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોના સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે, પ્રોત્સાહનની સાથે આર્થિક લાભ પણ મળશે.”

આ દિવસોમાં, ગામના વડા ગુરુંગ તેમની ગ્રામ પંચાયતના, દરેક ઘરની મુલાકાત લઈને આ નિર્ણયને લાગુ કરવા વિનંતી કરતા જોવા મળે છે. ગામના વડા માને છે કે, તે આરોગ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે. ગુરુંગને વિશ્વાસ છે કે,” તેમના દ્વારા શરૂ કરાયેલા આ અભિયાનને માત્ર આખા ગામનો જ ટેકો નહીં મળે, પરંતુ નજીકની સરકારી ઓફિસો પણ તેનું પાલન કરશે.”

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / સુનીત / માધવી


 rajesh pande