સુરતમાં સુપર માર્કેટનું શટર તોડી રોકડની ચોરી
સુરત,08 મે (હિ.સ.) સુરતમાં ઉનાળાની ગરમીની સાથે ચોરીના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે ડભોલી વ
સુરતમાં સુપર માર્કેટનું શટર તોડી રોકડની ચોરી


સુરત,08 મે (હિ.સ.) સુરતમાં ઉનાળાની ગરમીની સાથે ચોરીના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે ડભોલી વિસ્તારમાં આવેલા ફ્રેન્સ્કો સુપર માર્કેટમા અજાણ્યા ત્રણ તસ્કરો ત્રાટક્યાં હતાં. ચોરો દ્વારા શટરનું તાળું તોડીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો. બાદમાં રોકડનો હાથ ફેરો કરી ફરાર થઈ ગયાં હતાં.

સવારે માલિકોને ચોરી થયા અંગે જાણ થઈ હતી. જેથી સુપર માર્કેટના માલિકો દ્વારા ચોરીને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ચોરીની ઘટનાને પગલે ડભોલી-સિંગણપોર પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે.

સીસીટીવી પ્રમાણે જે રીતે તસ્કરો આવે છે અને ચોરી કરીને જતાં રહે છે. તે જોતાં આ તસ્કરો કોઈ જાણભેદુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાણભેદુ અથવા તો આ તસ્કરો દ્વારા અગાઉથી રેકી કરીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોય તેવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ


 rajesh pande