નેપાળમાં આજે, માતા તીર્થ ઉત્સવની ઉજવણી
કાઠમંડુ, નવી દિલ્હી, 08 મે (હિ.સ.) નેપાળમાં આજે માતા તીર્થ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે
માતા


કાઠમંડુ, નવી દિલ્હી, 08 મે (હિ.સ.) નેપાળમાં આજે માતા તીર્થ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. માતતીર્થ ઔંસી (અમાવાસ્યા) દેશમાં માતાની શ્રધ્ધા, ભક્તિ અને આદર સાથે કરવાની રીત તરીકે માં ની પૂજા કરવાના રૂપે ઉજવવામાં આવે છે. મધર્સ ડે સિવાય, જે સમગ્ર વિશ્વમાં માતાઓના સન્માનમાં ઉજવવામાં આવે છે, માતાને સમર્પિત માતા તીર્થ ઉત્સવ નેપાળમાં સૌથી મોટો છે.

કાઠમંડુ નજીક ચંદ્રાગીરી નગરપાલિકા સ્થિત, માતાતીર્થ કુંડમાં સવારથી જ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા છે. લોકો સ્વર્ગસ્થ માતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. લોકો આખું વર્ષ વૈશાખ કૃષ્ણ અમાવસ્યા પર ઉજવાતા આ તહેવારની રાહ જુએ છે. આ અવસર પર લોકો સવારે સ્નાન કરીને પોતાને શુદ્ધ કરે છે. તેઓ માતાઓને સુંદર વસ્ત્રો પહેરાવે છે અને તેમને મીઠાઈ તથા મસાલેદાર ખોરાક ખવડાવીને તેમના આશીર્વાદ લે છે. મૃતક માતાઓને શ્રદ્ધાંજલિ આપીને યાદ કરવામાં આવે છે. એક પૌરાણિક માન્યતા છે કે, આવું કરવાથી માતૃત્વના ઋણમાંથી મુક્તિ મળે છે.

મેળામાં ઉપસ્થિત એક સ્થાનિક યુવક નવીન ન્યોપાનેએ જણાવ્યું કે, માતા વિનાના પુરુષો/સ્ત્રીઓ કુંડમાં સ્નાન કરે છે અને હરિહર (વિષ્ણુ અને શિવ)ની પૂજા કરે છે. દંતકથા છે કે, માતાતીર્થ કુંડમાં સ્નાન કરવાથી માતૃત્વના ઋણમાંથી મુક્તિ મળે છે. બીજી તરફ માતા તીર્થના મેળા નિમિત્તે આજે, સમગ્ર ચંદ્રાગીરી નગરપાલિકા વિસ્તારમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુંદ / ડો. હિતેશ


 rajesh pande