અરવિંદ કેજરીવાલના, વચગાળાના જામીન પર ગુરુવારે નિર્ણય
નવી દિલ્હી, 08 મે (હિ.સ.) દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના, વચગાળ
બેલ


નવી દિલ્હી, 08 મે (હિ.સ.) દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના, વચગાળાના જામીન પરનો નિર્ણય ગુરુવારે (9 મે) આવશે. આજે જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે, એક કેસની સુનાવણી દરમિયાન ઇડીના વકીલ એએસજી એસવી રાજુને, આ માહિતી આપી હતી.

સુપ્રીમ કોર્ટ 9 મેના રોજ અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી, અરજી પર સુનાવણી કરશે. એક કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે,” કોર્ટ 9 મેના રોજ ધરપકડને પડકારતી, અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે. જ્યાં સુધી વચગાળાના જામીનના આદેશની વાત છે, અમે તે આદેશ 9 મેના રોજ પારિત કરી શકીએ છીએ.”

કોર્ટે 7 મેના રોજ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે,” આ એક અસાધારણ સ્થિતિ છે. કારણ કે ચૂંટણી ચાલી રહી છે અને મુખ્યમંત્રી જેલમાં છે. અમે કેજરીવાલના વચગાળાના જામીન પર સુનાવણી કરીશું કારણ કે, આ સામાન્ય કેસ નથી.” જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે,” અમે વચગાળાના જામીનની સુનાવણી માત્ર એટલા માટે નથી કરી રહ્યા કે, કેજરીવાલ રાજકારણી છે, પરંતુ દરેક વ્યક્તિ માટે કેટલાક ખાસ અને અસાધારણ સંજોગો હોઈ શકે છે. અમે એ જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે, કેજરીવાલ માટે ચૂંટણી આવી અસાધારણ સ્થિતિ છે કે કેમ.”

હિન્દુસ્થાન સમાચાર / સંજય / પવન / સુનીત / માધવી


 rajesh pande