હોળી રમવાના ઝઘડાની અદાવત રાખી યુવક ઉપર જીવલેણ હુમલો
સુરત,08 મે (હિ.સ.) મરોલી કોસાડ આવાસમાં રહેતા 37 વર્ષીય યુવક ઉપર ગઈકાલે સવારે હોળી રમવા બાબતે થયેલા
હોળી રમવાના ઝઘડાની અદાવત રાખી યુવક ઉપર જીવલેણ હુમલો


સુરત,08 મે (હિ.સ.) મરોલી કોસાડ આવાસમાં રહેતા 37 વર્ષીય યુવક ઉપર ગઈકાલે સવારે હોળી રમવા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી પાંચ જણાએ લાકડાના ફટકાથી ઢોર મારમાર્યો હતો. જેથી ભોગ બનનાર યુવકે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમરોલી પોલીસના જણાવ્યા મુજબ કોસાડ આવાસમાં રહેતા અને સોફા બનાવવાનો ધંધો કરતા 37 વર્ષીય તનવીર અબ્દુલ હમીદ શેખ ગતરોજ સવારે સાડા નવેક વાગ્યે તેમના ઘર પાસે હતો તે વખતે રાજન પટેલે હોળી રમવા બાબતે થયેલા ઝગડાની અદાવત રાખી તેના મિત્ર પ્રેમ, રવિ, રુપેશ અને શનિ સાથે લાકડાના ફટકા સાથે આવી માથા. પીઠ, બંને હાથ-પગ સહિત શરીરના ભાગે હુમલો કરી ઢોર મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર તન્વીરનો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવને પગલે તન્વીરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ


 rajesh pande