પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પાટણ,08 મે (હિ.સ)પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 8 મે 2024 ના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત
પાટણ વિશ્વ થેલેસેમિયા દિવસ યોજાયો


પાટણ વિશ્વ થેલેસેમિયા દિવસ યોજાયો


પાટણ વિશ્વ થેલેસેમિયા દિવસ યોજાયો


પાટણ,08 મે (હિ.સ)પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 8 મે 2024 ના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં 100થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા માનવ શરીરના ઇન્ટરેક્ટિવ મોડેલ અને સાયન્ટિફિક-શો ના માધ્યમથી થેલેસેમિયા રોગ, તેના લક્ષણો અને તેની સારવાર વિશે સહભાગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. સાયન્સ સેન્ટરની માનવ શરીર વિજ્ઞાન ગેલેરીના નિષ્ણાત ગેલેરી ગાઈડ એ જણાવ્યુ કે આ દિવસ નો ઉદ્દેશ્ય થેલેસેમિયા વિશે જાગરૂકતા વધારવા, આ રોગની વિશેની ગેરમાન્યતાઓને દૂર કરવા અને સુધારેલ સારવાર અને સંભાળના વિકલ્પો તરફ ઉન્નત સંશોધન માટે પ્રોત્સાહન આપવાનો છે. આ વર્ષે વિશ્વ થેલેસેમિયા દિવસની થીમ છે જીવનને સશક્ત બનાવવું, પ્રગતિને સ્વીકારવું: બધા માટે સમાન અને સુલભ થેલેસેમિયા સારવાર

હિન્દુસ્થાન સમાચાર/હાર્દિક પરમાર


 rajesh pande