સારોલીમાં આમલેટના બીલને લઈને બે મિત્રો ઉપર ચપ્પુથી હુમલો
સુરત,08 મે (હિ.સ.)સરથાણા વિસ્તારમાં રહેતા બે મિત્રો સોમવારે પુણા કેનાલ રોડ શાયોના પ્લાઝાની સામે આમલે
સારોલીમાં આમલેટના બીલને લઈને બે મિત્રો ઉપર ચપ્પુથી હુમલો


સુરત,08 મે (હિ.સ.)સરથાણા વિસ્તારમાં રહેતા બે મિત્રો સોમવારે પુણા કેનાલ રોડ શાયોના પ્લાઝાની સામે આમલેટની ગલીમાં ઉભા હતા. આ સમયે આમલેટની લારી ઉપર નાસ્તો કરતા પરિચિત યુવકે તેમને નાસ્તો કરવા માટે બોલાવ્યો હતો. પરિચિત યુવકે પોતે નાસ્તો કરી લીધા બાદ બંને મિત્રોને નાસ્તાનું બીલ ચુકવવાનું કહી ઝઘડો કરી છરીના ઘા મારી ગંભીર ઇજાઅો પહોચાડી ભાગી ગયો હતો.

સારોલી પોલીસના જણાવ્યા મુજબ સરથાણા સાવલીયા સર્કલ પાસે શીવદર્શન સોસાયટીમાં રહેતા મહેશ રમેશભાઈ કોઠીયા સોમવારે રાત્રે પોણા અગિયાર વાગ્યે તેના મિત્ર જીતેન્દ્ર મનસુખ ડોડીયા સાથે પુણા કેનાલ રોડ શાયોના પ્લાઝાની સામે ઈંડાગલીમાં નાસતો કરવા માટે ગયા હતા. બંને મિત્રો પોતાની બાઈક પાર્ક કરી ઉભા હતા તે વખતે આમલેટની લારીએ કાર્તિક ઉર્ફે બાપુ લશ્કરીએ નાસ્તો કરવા માટે બોલાવ્યો હતો. મહેશનો કાર્તિક સાથે એટલો ખાસ પરિચય ન હતો ખાલી હાય હલ્લો કરતા હતા. ત્રણેય જણાએ નાસ્તો કર્યા બાદ કાર્તિક ઉભો થઈને મહેશને બીલ ચુકવી દેવા કહ્નાં હતું. જેથી મહેશએ તેને તુ તારુ બીલ આપી દે અમે અમારૂ બીલ આપી દઈશુ તેમ કહેતા કાર્તિક ઉશ્કેરાયને બીલ તો તારે જ આપવુ પડશે કહી ઝઘડો કરી નાસી ગયો હતો અને થોડી વાર કાર્તિક તેના મિત્રો સાથે ફરીથી આવી મહેશને ડાબા ખંભાના પાછળના ભાગે છરીનો ધા ઝીક્યો હતો અને બીજો હુમલો કરવા જતા તેના મિત્ર જીતેન્દ્રએ છરી પકડતા તેના હાથમાં ઇજા પહોચી હતી. આ દરમ્યાન ટોળુ ભેગુ થઈ જતા કાર્તિક તેના સાગરીતો સાથે ભાગી ગયો હતો. મહેશ અને જીતેન્દ્રએ હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ


 rajesh pande