લોકસભા ચૂંટણીમાં યુવાનો, વડીલો તેમજ પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો મતદાન કરતા જોવા મળ્યા
ગાંધીનગર,08 મે (હિ.સ.): ગતરોજ દેશમાં લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રી
પરિવાર સાથે લોકો મતદાન કરતા જોવા મળ્યા


પરિવાર સાથે લોકો મતદાન કરતા જોવા મળ્યા


પરિવાર સાથે લોકો મતદાન કરતા જોવા મળ્યા


ગાંધીનગર,08 મે (હિ.સ.): ગતરોજ દેશમાં લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. જેમાં ગુજરાતની 25 લોકસભા સીટ ઉપર મતદાન થયું. ત્યારે રાજ્યના લોકોનો મતદાન પ્રતી અનેરો ઉત્સવ જોવા મળ્યો હતો. એમાં પણ વિશેષ રાજ્યમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહનું મતદાન હોય તેમના સહિતના મોટા નેતાઓ અને ઉદ્યોગપતિઓ એ પણ મતદાન કરીને લોકોનો ઉત્સાહમાં વધારો કર્યો હતો.

મતદાનના દિવસે ગરમીનો પ્રમાણ વધારે હોવા છતાં પણ મતદાન મથક પર લોકોની સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી. ખાસ કરીને લોકો પરિવાર સાથે મતદાન કરતા જોવા મળ્યા હતા અને પ્રથમ વખત મતદાન કરનાર મતદાતાઓનો પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાવનગર થી સંજયભાઈ બારડ એ પરિવાર સાથે મતદાન કરીને સૌને લોકશાહીના પર્વમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી તેમજ અનિલભાઈ બારડ એ સમાજના સૌ લોકોને રાષ્ટ્રહિતમાં મતદાન કરવા અનુરોધ કર્યો હતો.

આ વખતે લોકસભાની ચૂંટણીઓમાં પ્રથમવાર મતદાન કરતા હોય તેવા યુવા મતદારોની સંખ્યા નોંધપાત્ર હતી. ગાંધીનગરના વાવોલમાં પ્રથમવાર મતદાન કરવા પહોંચેલા યુવા મતદાતા ફેનિલ રામીએ પોતાની ટી-શર્ટ પર અંગ્રેજીમાં 'બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઈન ધ વર્લ્ડ' એટલે કે 'તમે દુનિયામાં જે પરિવર્તન લાવવા ઈચ્છો છો તે પોતાનામાં લાવો' અને જે મતદાન કરે છે તેમના માટે 'વી ઓલ આર હિરોઝ' તથા 'ધીસ ઇસ યોર લાઈફ, ઇન્સ્પાયર અધર્સ' એટલે કે 'તમારી જિંદગી અન્યને પ્રેરણા આપે તેવી જીવો' જેવાં સૂત્રો લખેલા હતા.

હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ


 rajesh pande