હારિજના નાણામાં લગ્નની ખરીદી કરીને પરત ઘરે જતા પરિવારનું ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યું, 10 વર્ષીય બાળકીનું મોત
પાટણ,09 મે (હિ.સ). હારિજ તાલુકાના નાણા ગામે લગ્ન પ્રસંગનું સીધું સામાન ખરીદી કરી ઘેર જતા રાત્રે જુના
હારિજના પરિવારનું ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યું


હારિજના પરિવારનું ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યું


પાટણ,09 મે (હિ.સ). હારિજ તાલુકાના નાણા ગામે લગ્ન પ્રસંગનું સીધું સામાન ખરીદી કરી ઘેર જતા રાત્રે જુનામાંકા નાણા વચ્ચે કેનાલ પાસે ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કેનાલમાં ટ્રેકટર પલટી મારી ગયું હતું. જેમાં મોટી પિંપડી ગામની 11 વર્ષની દીકરી ટ્રેકટર નીચે આવી જતા મોતને ભેટી હતી. જ્યારે ટ્રેકટરમાં બેઠેલા મહિલાઓનો આબાદ બચાવ કર્યો હતો.

હારીજ તાલુકાના નાણા ગામે ગોવાભાઈ ગોવિંદ ભાઈ દેસાઈના ત્યાં લગન પ્રસંગ હતો. જેની ખરીદી માટે નાણાં ગામેથી ટ્રેક્ટર લઈ દેસાઈ પરિવાર હારીજ ખાતે લગ્નની ખરીદી કરવા આવ્યો હતો અને ખરીદી કરી રાત્રે પરત ફરતા જૂનામાકાથી નાણાં વચ્ચે ટ્રેકટર ચાલકે સ્ટેરીગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર નર્મદાની કેનાલમાં ખબાક્યું હતું. આ અકસ્માતમાં માસીના ઘરે લગ્નમાં આવેલી 10 વર્ષીય શિવાનીબેન ઈશ્વરભાઈ દેસાઈ ટ્રેકટર નીચે આવી જતા મોત થયું હતું. તો અન્ય 7 મહિલાઓ ટ્રોલીમાં બેઠી હતી જેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે લગ્ન ખરીદી નો સમાન પણ કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

ટ્રેકટર કેનાલમાં ખાબકતાના સમાચાર મળતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને કેનાલમાં પડેલી મહિલાઓને બહાર કાઢી હતી. જોકે ટ્રેકટર નીચે આવી ગયેલી શિવાની દેસાઈ નામની બાળકનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આમ લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર/હાર્દિક પરમાર/બિનોદ


 rajesh pande