ગાંધીનગર/અમદાવાદ,09 મે (હિ.સ.) ગુજરાતમાં લોકસભાની ચુંટણીનું મતદાન થઈ ગયું અને આજે રાજ્યમાં ગુજરાત મા


ગાંધીનગર/અમદાવાદ,09 મે (હિ.સ.) ગુજરાતમાં લોકસભાની ચુંટણીનું મતદાન થઈ ગયું અને આજે રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી), ગાંધીનગરની માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજસેટ-2024 પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયુ છે. સવારે 9.00 કલાકે ગુજરાત બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરાયું છે. બોર્ડ દ્વારા કહેવામાં આવ્યુ છે કે, આ વખતે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઘણું સારું આવ્યુ છે. 10 વર્ષ પછી સામાન્ય પ્રવાહનું પરિણામ આ વખતે વેહલુ આવ્યું છે.

ધોરણ 12 સાયન્સની માર્ચ-2024 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ.147 કેન્દ્રો ઉપર 1,31,849 પરીક્ષાર્થી નોંધાયેલા હતાં. તે પૈકી 1,30,650 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,11,414 નોંધાયેલ હતા, તે પૈકી 1,11,132 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે પૈકી 91,625 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયેલા છે. આ વિદ્યાર્થીઓના સંદર્ભમાં રાજ્યનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા આવેલ છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 3,79,759 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા

જે પૈકી 3,78,268 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 3,47,738 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 91.93 % ટકા આવેલ છે. જ્યારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 61,182 ઉમેદવારો નોંધાયેલા હતા. તે પૈકી 59,137 ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 29,179 ઉમેદવાર સફળ થયા છે.

આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 49.34 % ટકા આવેલ છે. આ પરીક્ષામાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત 29,455 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 28,021 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 15,407 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત નિયમિત ઉમેદવારોનું પરિણામ 54.98 % ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 13,412 ઉમેદવારો નોંધાયેલા હતા. તે પૈકી 12,805 ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 6,420 ઉમેદવાર સફળ થયા છે. આમ ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 50.14 % ટકા આવેલ છે.

12 સાયન્સનું 82.45 ટકા પરિણામ આવ્યું, જેમાં સૌથી વધુ મોરબીનું પરિણામ 92.80 ટકા

સૌથી ઓછું છોટા ઉદેપુરનું પરિણામ 51.36 ટકા. A1 ગ્રેડના વિદ્યાર્થીઓ 1034,A ગ્રૂપનું પરિણામ 90.11 ટકા,B ગ્રૂપનું પરિણામ 78.34 ટકા,વિદ્યાર્થીઓનું પરિણામ 82.53 ટકા,વિદ્યાર્થિનીઓનું પરિણામ 82.35 ટકા રહ્યું છે.

12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું, અત્યાર સુધીની સૌથી વધુ પરિણામ છે.

સૌથી વધુ બોટાદનું પરિણામ 96.40 ટકા,સૌથી ઓછું પરિણામ જૂનાગઢનું 84.81 ટકા,1609 સ્કૂલોનું 100 ટકા પરિણામ,19 સ્કૂલોની 10 ટકા કરતાં ઓછું પરિણામ,10 વર્ષનું સૌથી વધુ

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande