ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ અને બિંદકીમાં બીજેપી અધ્યક્ષ નડ્ડાની જાહેરસભા
નવી દિલ્હી,09 મે (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ઉત્તર પ્રદેશના
BJP president Nadda


નવી દિલ્હી,09 મે (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રવાસ પર છે. તે પહેલા ભગવાન રામના પવિત્ર સ્થાન ચિત્રકૂટ પહોંચશે. આ પછી તેઓ ફતેહપુર જિલ્લાના બિંદકીમાં જનસભાને સંબોધશે. ભાજપે પ્રમુખ જેપી નડ્ડાના આજના ચૂંટણી કાર્યક્રમને એક્સ હેન્ડલ પર શેર કર્યો છે.

ભાજપના જણાવ્યા મુજબ આ પછી, તેઓ બપોરે 2:40 વાગ્યે ફતેહપુર જિલ્લાના મુખ્ય અનાજ બજાર, બિંદકી ખાતે જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વખતે સામાન્ય ચૂંટણીમાં 400ને પાર કરવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે નડ્ડા જોરશોરથી પ્રચાર કરીને જનતાના આશીર્વાદ મેળવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ


 rajesh pande