ધોરણ 10નું પરિણામ 11 તારીખે જાહેર થશે
અમદાવાદ, 9 મે(હિ. સ.)-ગુજરાત શિક્ષમ બોર્ડે આજે ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર કર્યું છે.
ધોરણ 10નું પરિણામ


અમદાવાદ, 9 મે(હિ. સ.)-ગુજરાત શિક્ષમ બોર્ડે આજે ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર કર્યું છે. તો બીજી તરફ રાજ્યના શિક્ષણ બોર્ડે ધોરણ-10ના પરિણામની તારીખ જાહેર કરી દીધી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પરિણામની જાહેરાત કરી કે,ધોરણ 10નું પરિણામ 11 તારીખે જાહેર થશે. તારીખ 11 મીના રોજ સવારે આઠ વાગે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. ધોરણ 10માં કુલ 9 લાખ 17 હજાર 687 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/બિનોદ


 rajesh pande