આવકવેરા વિભાગ હરકતમાં આવ્યું, સુરતના ઐશ્વર્યા ગ્રુપ પર દરોડા
સુરત, 9 મે(હિ. સ.). લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતાં જ આવ
આવકવેરા વિભાગ હરકતમાં આવ્યું, સુરતના ઐશ્વર્યા ગ્રુપ પર દરોડા


સુરત, 9 મે(હિ. સ.). લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતાં જ આવકવેરા વિભાગ હરકતમાં આવ્યું છે. સુરતમાં વહેલી સવારથી જ ટેક્સટાઈલ ગ્રુપ પર આવકવેરા વિભાગ ત્રાટક્યું છે. એશ્વર્યા ગ્રુપ આવકવેરા વિભાગના દરોડા પડ્યાં છે. જેથી ટેક્સટાઈલ ઉદ્યોગમાં ફફડાટનો માહોલ છવાઈ ગયો છે.

સુરતમાં ટેક્સટાઇલના મોટા ગણાતા એશ્વર્યા ગ્રુપ પર આવકવેરા ખાતું ત્રાટક્યું છે. એશ્વર્યા ગ્રુપ ઉપર આઇટીના દરોડા પડ્યાં છે. ઓફિસ સહિતના કામકામજના સ્થળો પર દરોડા પડ્યાં છે. એક સાથે બાર જગ્યા પર દરોડા અને સર્વેક્ષણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલ કોલના ધંધાર્થીને ત્યાં પણ તવાઈ આવી છે. કોલ બિઝનેસ ગ્રુપના મોરબીમાં આવેલા સીરામીક ઉપર પણ તપાસ કરવામાં આવી રહીછે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/બિનોદ


 rajesh pande